September 25, 2026
ગુજરાત

વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

આઝાદીના અમૃત મહોત્સવનો આજે પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો છે. આ ઉજવણીના કાર્યક્રમનું નામ આઝાદી કા અમૃત મહોત્સવ રાખવામાં આવેલ છે. મુખ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ આજે સાબરમતી આશ્રમમાંથી કર્યુ હતું. આ પ્રસંગે પીએમ મોદીએ સાબરમતી આશ્રમથી દાંડી માર્ચને લીલીઝંડી આપી હતી. દાંડી માર્ચ એ જ રૂટ પર જશે જે રૂટ પર ૯૧ વર્ષ પહેલા ગાંધીજીએ દાંડી માર્ચ યોજી હતી અને નમક કાનૂનને તોડયો હતો. વર્ષ ૧૯૩૦માં આજના દિવસે જ મહાત્મા ગાંધીએ દાંડીયાત્રાની શરૂઆત કરી હતી અને નમક કાનૂનને તોડયો હતો.

આજે સવારે વડાપ્રધાન મોદીનું અમદાવાદ આગમન થયુ હતું. આગમન બાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમની હૃદયકુંજની મુલાકાત લઈ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તે પછી તેમણે વકતવ્ય પણ આપ્યુ હતુ અને પ્રતિકાત્મક રીતે ૮૧ પદયાત્રીઓને દાંડી સુધી ૩૮૬ કિ.મી.ની યાત્રા માટે વિદાય આપી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દાંડી જનારા ૮૧ પદયાત્રીઓમાં સમાજના વિવિધ વર્ગોના લોકોનો સમાવેશ થાય છે. આ પદયાત્રીઓ ૫ એપ્રિલના રોજ દાંડી પહોંચશે.

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ દિવસે આ દાંડીયાત્રામાં જોડાશે. આઝાદીના ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે તેથી ૭૫ અઠવાડીયા સુધી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થશે.

Related posts

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે નામ જાહેર

Ahmedabad Samay

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં “ઇન્ટરનેશનલ મેન ડે” ની ઉજવણી

Ahmedabad Samay

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બોપલ, બોડકદેવ અને સરખેજમાં ખાબક્યો, હજૂ પડશે વરસાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો