September 21, 2026
ગુજરાત

રિલીફ રોડ પર એ.સી.ના ગોડાઉનમાં લાગી આગ. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ,

રીલીફ રોડ ખાતે આજે સાંજના સમયે એક એસીના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નિકળી હતી. આ આગ વિકરાળ થતા આસપાસની દુકાનોના માલિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જો કે, આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહી છે.આગને પગલે દૂરદૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. જ્યારે આગને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. જ્યારે વીજળી ઘરથી રિલીફ રોડ બંધ કરી દેવાયો છે.

આગ ગેસનો બાટલો ફાટયો હોવાના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગેસના બાટલામાં ગેસ ભરતી વેળા આગ લાગી હતી જેના કારણે 25 બાટલા ફાટ્યા છે. આ બનાવમાં એક વ્યકિતને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

Related posts

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

Ahmedabad Samay

ભારત વિશ્વ મહાસત્તામાં ત્રીજા સ્થાને

Ahmedabad Samay

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

ગુજરાતમાં નવા મંત્રીમંડળ બાદ હવે જુના અને દિગગજ નેતાઓનું શુ ?

Ahmedabad Samay

શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્રણ દિવસ થી તાવ હતો

Ahmedabad Samay

ગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો