September 22, 2026
ગુજરાત

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

ધૈર્યરાજને બચાવવા માટે અનેક લોકો મદદે આગળ આવ્યા છે. મહત્વના સમાચાર એ છે કે, માત્ર 38 દિવસમાં જ ધૈર્યરાજ માટે 15.48 કરોડ રૂપિયાનું દાન આવી ગયું છે. હવે લાચાર માતાપિતા જલ્દી જ પોતાના બીમાર બાળકની સારવાર કરાવી શકશે.

ધૈર્યરાજને બચાવવા માટે ગુજરાતભરમાંથી મદદ આવી છે. નાની-મોટી મદદ થઈને ધૈર્યરાજ માટે 15.48 કરોડ રૂપિયા એકઠા થઈ ગયા. ધૈર્યરાજને સારવાર માટે જે ઈન્જેક્શનની જરૂર છે, તે 16 કરોડ રૂપિયાનું છે. માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવી ગયું છે. દેશભરમાંથી લોકોએ મદદ માટે હાથ લંબાવ્યો હતો. જોકે, હવે ઈન્જેક્શન માટે માટે જરૂરી રૂપિયા આવી ગયા છે. તેથી સારવારના ઇન્જેક્શન માટે જરૂરી 16 કરોડની રકમ એકત્રિત થતાં જ અમેરિકાથી તેને મગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે.

 

Related posts

અમદાવાદ: આનંદનગરમાં એક બંગલામાં બર્થ-ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા 8 યુવાનો પકડાયા

admin

કર્મા ફાઉન્ડેશન અને બબીતા જૈન દ્વારા ૧૨૦૦ બેડમાં પાણી અને જમવાનું વિતરણ કરાયું

Ahmedabad Samay

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સ પ્રોગ્રામ કરાયો

Ahmedabad Samay

અર્બન બુલ્સે કવિન્સ કપ ગર્લ ફૂટબોલ પોતાના નામે કર્યું

Ahmedabad Samay

સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું : શ્રીમતી પી. ભારતી (નિર્વાચન અધિકારી)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો