દર વર્ષના જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં અમદાવાદમાં વર્ષોથી દેખાતા આવતાજ દ્રશ્યો દેખાઇ રહ્યા છે, આમતો સરકાર વિકાસની સરકાર કહેછે પરંતુ તે તમામ વાતો પોકળજ દેખાય છે,
શહેરના તમામ વિસ્તારમાં પહેલાના જેમજ વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, શહેરના વિકાસીલ વિસ્તારમાં મહત્વનું ભાગ ભજવતો વિસ્તાર એટેલ નવા નરોડા પરંતુ, નરોડામાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર પાણી ભરવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે
દર વર્ષની જેમ આ વર્ષે પણ નરોડમાં આવેલ મધુવન ગ્લોરી ફ્લેટ પાસે પાણી ભરવાની સમસ્યા યથાવત છે, પાણીના નિકાલ માટે કોઇ કાયમી નિકાલ હજુ સુધી સરકારી બાબુઓ દ્વારા કરવામાં આવ્યો નથી, ત્યાંથી ગુજરતા સ્થાનિકોને અવર જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, પાણી ભરાઇ રહેવાના કારણે મચ્છરજન્ય પાણી જન્ય રોગોનોની ચિંતા રહેવાસીઓને થતી હોય છે.
સરકારનો સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ તો આતો કેવો વિકાસ છે કે જ્યાં જનતાને વર્ષોથી દર ચોમાસામાં પાણી ભરાવાની અને રોગચાળો ની ભયમાં જીવું પડતું હોય છે.