આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવવામાં આવી રહેલું આ હેરિટેજ કોમ્પલેક્ષ પ્રદર્શિત કરશે લોથલનો ૫ હજાર વર્ષ કરતાં વધારે જૂનો ઇતિહાસ છે. રૂપિયા ૪,૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારુ ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’(NMHC) માનવ સભ્યતાની પાપા પગલીનું સાક્ષી ઉપરાંત એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ પણ બનશે. મ્યુઝિમયમાં વિશ્વનું સૌથી ઊંચું ‘લાઇટ હાઉસ’ મ્યુઝિયમ, વિશ્વની સૌથી મોટી ‘ઓપન એક્વેટીક ગેલેરી’ ભારતનું સૌથીં ભવ્ય ‘નેવલ મ્યુઝિયમ’ અહીંનુ વિશેષ આકર્ષણ બનશે. ૪૦૦ એકરના વિસ્તારમાં બની રહેલું આ મ્યુઝિયમ લોથલની આસપાસના સમગ્ર ભાલ પ્રદેશની અર્થવ્યવસ્થાના વિકાસ સાથે હજારો લોકો માટે રોજગારીની અનેક તકોનું સર્જન કરશે
પુરાતત્વીય ખોદકામથી ઐતિહાસિક પ્રાસંગિકતાના અનેક સ્થળો મળી આવ્યા છે. ભારતના ગૌરવ સમાન આ કેન્દ્રોમાં ધોળાવીરા અને લોથલનો પણ સમાવેશ થાય છે. પ્રાચીન સમયમાં લોથલ, ભારતની સમુદ્રી ક્ષમતાનું સમૃદ્ધ કેન્દ્ર હતું. લોથલમાંથી ખોદકામ દરમિયાન મળેલા શહેરો, બંદરો અને બજારોના અવશેષોના શહેરી આયોજનમાંથી આજે ઘણું શીખી શકાય તેમ છે.
આવા ‘લોથલ’ ખાતે ‘નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’(NMHC) આકાર પામી રહ્યું છે. રૂપિયા ૪,૫૦૦ હજાર કરોડના ખર્ચે નિર્માણ
પામનારા આ કોમ્પલેક્ષમાં બનનારુ મ્યુઝિયમ’ માનવ સભ્યતાની પાપા પગલીનું સાક્ષી બનશે.
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ (NMHC)નું ગુજરાતના અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. લોથલ ખાતેનું ડોક્યાર્ડ વિશ્વનું સૌપ્રથમ માનવસર્જિત ડોકયાર્ડ છે જેને આજથી આશરે 5000 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું.
ભારત દેશના મેરીટાઈમ ઇતિહાસ અને ટેકનોક્રાફ્ટના મિશ્રણ સાથે તૈયાર થનારુ આ હેરિટેજ કોમ્પ્લેક્ષ લોકો માટે એક દર્શનીય સ્થળ ઉપરાંત
અભ્યાસ માટેનો અનુભવ બનશે. નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ એક નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે અને તેને વિશ્વના અન્ય આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમોની સમકક્ષ બનાવી તેની સારસંભાળ લેવામાં આવશે. આ પ્રોજેક્ટ સમગ્ર
નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પલેક્ષ અમદાવાદથી ૭૫ કિલોમીટર દૂર આવેલા લોથલમાં આકાર પામી રહ્યું છે. જ્યાં રોડ- માર્ગ મારફતે આરામથી પહોંચી શકાય છે. અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લોથલથી સૌથી નજીક આવેલું એરપોર્ટ છે. કુલ 400 એકરના વિસ્તારમાં આ પ્રોજેક્ટનું નિર્માણ થશે. આ પ્રોજેક્ટનું નિર્માણ 3 ભાગમાં કરવામાં આવશે. પ્રોજેક્ટના પહેલા ભાગનું કાર્ય હાલ ચાલુ છે.
આ પ્રોજેક્ટમાં દુનિયાનું સૌથી વિશાળ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ બનશે. દુનિયાના સૌથી ઊંચું લાઈટ હાઉસ મ્યુઝિયમનું નિર્માણ આ કોમ્પ્લેક્ષમાં કરવામાં આવશે. દુનિયાની સૌથી મોટી ઓપન એક્વેટીક ગેલેરી પણ આ જ કોમ્પ્લેક્ષમાં બનાવવામાં આવશે. આ નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમના માસ્ટર પ્લાનની ડિઝાઇન મુલાકાતીઓને એક ભવ્ય મેરીટાઈમ ઇતિહાસમાંથી પસાર કરાવશે જેમાં શિક્ષણ, મનોરંજન અને આરામદાયક સમયની અનુભૂતિ હશે.
એક સમય એવો હતો જ્યારે લોથલ બંદર ૮૪ દેશોના ધ્વજથી ચિહ્નિત હતું અને વલભી 80 દેશોના વિદ્યાર્થીઓનું ઘર હતું. લોથલ ખાતેનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમ ભારતના વૈવિધ્યસભર સમુદ્રી ઇતિહાસને શીખવા અને સમજવા માટે કેન્દ્ર તરીકે કાર્ય કરશે.