September 21, 2026
ગુજરાત

ગુજરાતમાં લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે : ગુજરાત હાઇકોર્ટના

ગુજરાત હાઇકોર્ટના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સ્થિતિ લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે અને સ્થિતિ દિવસેને દિવસે ચિંતાજનક બની રહી છે ત્યારે આવા કડક પગલા લેવા જરૂરી છે.

હાઇકોર્ટે જણાવ્યું છે કે હાલની સ્થિતિ કફર્યુ લાદવા જેવી છે અને કોરોનાને અટકાવવા નક્કર પગલા લેવા પણ જરૂરી છે. હાઇકોર્ટે રાજકીય મેળાવડા બંધ કરવા, જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા તથા કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું જરૂરી હોવાનું કહયું હતું.

ગુજરાતમાં સતત કેસ વધી રહયા છે ત્યારે હાઇકોર્ટે આવો નિર્દેશ આપ્યો છે. રાજય સરકારને કડક કાર્યવાહી કરવા અને કોરોનાને રોકવા જરૂરી પગલા લેવા પણ નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે આદેશ આપ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજય સરકાર દોડતી થઇ છે અને હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ કોઇ નિર્ણય લેવાશે તેવું જાહેર થયું છે. રાજય સરકારની કોર કમીટીની મીટીંગ સાંજ સુધીમાં મળશે અને કોઇ નિર્ણય લેશે તેવું જણાય છે.

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

Ahmedabad Samay

ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરીગોલ્ડ મંદાકિની મહેતાજી એ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યુ

Ahmedabad Samay

ગાંધીનગરમાં BJP દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

સેનાના જવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી

Ahmedabad Samay

હિન્દૂ સેના ના પ્રદેશ ઉપાઅધ્યક્ષ શ્રી વિનય શર્માને વિધર્મી દ્વારા મળી ધમકી.

Ahmedabad Samay

તિસ્તા સેતલવાડ બાદ પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ગુજરાત રમખાણોના કેસમાં મળ્યા જામીન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો