June 25, 2026
ગુજરાત

મંગળવારની આખી રાત 108 દોડતી રહી

શહેરમાં મંગળવારની આખી રાત 108 દોડતી રહી હતી. મંગળવારની રાત્રે કોરોનાના ઇમરજન્સી કેસ વધતાં 108માં પણ ત્રણ કલાકના વેઇટિંગની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને, અમદાવાદમાં કોરોના સંક્રમણના દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટવાની ફરિયાદો વધી હતી.

જેના કારણે મંગળવારની રાત્રે કોઈ દર્દી ફોન કરે તો 1 કલાકથી લઈ ત્રણ કલાક સુધી રાહ જોવી પડતી હતી. આ સ્થિતિ વધુ બગડતા અમદાવાદમાં 108ની વધુ 10 એમ્બ્યુલન્સ સેવામાં મુકાઈ છે. અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિએ કોરોના કેસ વધ્યા છે, 108નું વેઇટિંગ ઘટે તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે. 108ના સત્તાવાર સૂત્રો કહે છે કે, રાજ્યભરમાં માર્ચ મહિના સુધી 3,000 કોલ આવતા હતા જેમાં એપ્રિલ મહિનાથી વધારો શરૂ થયો છે જે હવે 4,000 કોલ આવવા લાગ્યા છે.

108 દ્વારા રાજ્યભરમાં 20 એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જે પૈકી વધુ 10 એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે.

Related posts

પરિવહન અને એર કન્ડિશનમાં કોરોના થવાની ૩૦૦ ગણા સંભાવના:જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી

Ahmedabad Samay

AMCનાં 30 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું

Ahmedabad Samay

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્ક કરેલી કાર પાછળથી ઉભી ભૂવામાં ગરકાવ, ગઈકાલે પડેલા વરસાદ બાદની ઘટના

Ahmedabad Samay

લોકડાઉન માં ફસાયેલા લોકોને વતન વાપસી માટે રેલવે યાત્રા નો ખર્ચ કોંગ્રેસ સરકાર ઉઠાવશે : સોનિયા ગાંધી

Ahmedabad Samay

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો