શહેરના શાહીબાગ વિસ્તારમાં આસારવા ખાતે આવેલા બાબુપુરા શ્રી સહજાનંદ ગુરુકુલ રોડ ઉપર જાહેરમાં દારુનું કટિંગ કરનાર પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી. જેમાં નામચીન બુટલેગરોની 1,090 વિદેશી દારૂની બોટલો અંદાજિત કિંમત 1.40 લાખ રૂપિયા) જપ્ત કરી છે. હાલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં કુખ્યાત બુટલેગર અનુપસિંહ, જીતુ સિસોદિયા, કરણ મારવાડી સહિત 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યારે એક બુટલેગર વિજયની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શાહીબાગ-અસારવા ખાતે આવેલા બાબુપુરા શ્રી સહજાનંદ ગુરુકુલ રોડ ઉપર શુક્રવારે વહેલી સવારે જાહેરમાં દારૂનું કટિંગ થતું હતું. આ સમયે સ્ટેટ મોનિટરીગ સેલે રેડ કરી હતી. જેમાં 1,090 દારૂની બોટલ સાથે વિજય ઠાકોર ઝડપી પાડ્યો હતો
આ દારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર અનુપસિંહ ઉર્ફે મેકો ચૌહાણ, જીતુ ઉર્ફે જીતેન્દ્રસિંહ સિસોદિયા, કરણ મારવાડી, ક્રેટા કારમાં લાવનાર ઉતારનાર કારીગરો અને મોકલનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
સરકારે મીની લોક ડાઉન જાહેર કર્યું છે તેવામાં વેપારીઓ વેપાર નથી કરી શકતા, પરંતુ પોલીસની રહેમરાહે ગેરકાયદે ચાલતો દારૂ અને જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા હોવાનું નકારી શકાય તેમ નથી. શહેરમાં બે રોકટોક દારૂ આવી રહ્યો છે, ત્યારે બુટલેગરો માટે લોકડાઉન આશીર્વાદ બન્યું હોવાની શક્યતા નકારી શકાય નહીં. જો આમ જ રહ્યું તો બધા વેપારીઓ મૂળ ધંધો બંધ કરી દારૂનો અડ્ડો ચાલુ કરશે, કારણકે પોલીસનો વહીવટ કરી આરામ થી બિનદાસ પણે દારૂ વહેંચી શકાય.
આ વિષય પર ટૂંક સમયમાં જોવો અમદાવાદ સમયની ખાસ રજુવાત. જોવા માટે અહીં ક્લિક કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો