September 22, 2026
ગુજરાત

જ્યાં સુધી BRTS બંધ છે ત્યાં સુધી કોરિડોરનો તમામ વાહન ઉપયોગ કરી શકશે

અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળતા હોય છે. આ સમસ્યાનું નિવારણ લાવવા માટે આજે એએમસી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરના વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેકમાં તમામ વાહનો દોડી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયથી શહેરનીજનોમાં રાહત જોવા મળશે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે લાલદરવાજા તિલક બાગથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેક હવે તમામ વાહનવ્યવહાર માટે ખોલવાનો નિર્ણય કમિટિમાં લેવાયો છે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જાણ કરી જાહેરનામું બહાર પાડવામાં આવશે. નેહરુબ્રિજ સમારકામ માટે છેલ્લા અનેક દિવસથી બંધ છે જેના કારણે એલિસબ્રિજથી સારંગપુર તરફ જવાના રોડ પર ખૂબ જ ટ્રાફિક થતો હતો.

રોડ પર BRTS ટ્રેક હોવાથી ટ્રાફિકમાં વધારો થતો હતો જવા દૂર કરવા આજે સ્ટેન્ડીંગ કમિટીમાં ચર્ચા બાદ તિલકબાગથી સારંગપુર સર્કલ સુધી તમામ વાહનો BRTS રૂટમાં પણ ચાલે તેનો નિર્ણય લેવાયો હતો જેથી લોકોને ટ્રાફિકમાં અગવડ ન પડે.

જો કે, હાલ કોરોના મહામારીના કારણે શહેરમાં 18 માર્ચથી BRTS અને AMTSની બસ સેવાઓ બંધ કરવામાં આવી છે જેથી BRTS અને AMTSના રસ્તાઓ હાલ બંધ રાખવામાં આવ્યા છે. BRTS બસો બંધ થતાં શહેરમાં લોકોએ અવરજવર માટે અન્ય વાહનોનો ઉપયોગ કર્યો છે. એટલે અન્ય વાહનોની સંખ્યા વધી છે. અગાઉ BRTS અને AMTS બસ સેવા ચાલુ હતી ત્યારે ટ્રાફિક જામ તો થતો જ હતો, પરંતુ હાલ BRTS/AMTS બસો બંધ હોવા છતાં ટ્રાફિક જામની સમસ્યા યથાવત જ છે.

Related posts

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

Ahmedabad Samay

કોર્પોરેશન દ્વારા ફાયર NOC મુદ્દે વધુ ૫૪૨ હાઈરાઈઝ બિલ્ડીંગને નોટિસ ફટકારી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિર યોજાયું કરાયું

Ahmedabad Samay

રાજ્યમાં ભારે વરસાદના કારણે 130 લોકોના મોત થયા, 39 તણાયા, 38 પર પડી વીજળી

Ahmedabad Samay

રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર કર્ફ્યૂ રહેશે:(પોલીસ કમિશ્નર) સંજય શ્રીવાસ્તવ

Ahmedabad Samay

CM ભુપેન્દ્રભાઇ પટેલના હસ્થે આજ સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો