August 7, 2026
દેશ

ચોરમાં માણસાઈ જાગી, નેતાઓમાં ક્યારે, ચોર ને ખબર પડી કે કોરોના વેકસીન છે તો માફી માંગી વેકસીન પરત કરી

હરિયાણાની જીંદની સિવિલ હોસ્પિટલમાંથી ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જયાં એક ચોરે ગઈરાત્રે રાત્રે ૧૨ વાગ્યે કોરોના રસીના અનેક ડોઝની ચોરી કરી હતી. પરંતુ ગુરુવારે ચોર સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની બહાર એક ચા વેચનારને બધી દવાઓ પરત આપી ગયો અને સાથે એક લેટર પણ છોડી ગયો હતો. જેમાં લખ્યું હતું – માફ કરશો, મને ખબર નહોતી કે આ કોરોના રસી છે.

જીંદના ડીએસપી જીતેન્દ્ર ખટકડે માહિતી આપી હતી કે ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યે સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના અનેક ડોઝ ચોરાયા હતા. પરંતુ ગુરુવારે દિવસના ૧૨ વાગ્યે ચોર સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની બહાર ચાની દુકાન પર બેઠેલા વૃદ્ઘ સુધી પહોંચ્યો હતો અને તેને એક થેલી આપી હતી અને કહ્યું હતું કે આ પોલીસ સ્ટેશનના ઓફિસરનું ભોજન છે. થેલી સોંપીને ચોર ત્યાંથી જતો રહ્યો હતો.

વૃદ્ઘ વ્યકિત બેગ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો. જયારે ત્યાં હાજર પોલીસકર્મીઓએ થેલી ખોલી ત્યારે તેમાંથી કોવિશિલ્ડના ૧૮૨ ડોઝ અને કોવાકિસનના ૪૪૦ ડોઝ મળી આવ્યા હતા. આ સાથે એક કાગળ પર હાથ વડે લખેલી એક નોંધ પણ મળી હતી. જેમાં લખ્યું હતું કે માફ કરશો, મને ખબર નહોતી કે આ કોરોનાની રસી છે.

Related posts

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

બરગી જળાશયમાં સર્જાયેલી હૃદયદ્રાવક ક્રુઝ દુર્ઘટના પાછળ માનવીય ભૂલ અને પ્રશાસનિક બેદરકારી સામે આવી

Ahmedabad Samay

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

ભારતે જમીનની અંદર ઊંડે સેંકડો ફૂટ નીચે રહસ્યમય ભૂગર્ભ ગુફાઓમાં લાખો ટન ક્રૂડ ઓઇલનો વ્યૂહાત્મક ભંડાર છુપાવીને રાખ્યો છે

Ahmedabad Samay

બોલીવુડના દિગ્ગજ અને લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે થયું નિધન

Ahmedabad Samay

NCP સાંસદ સુપ્રિયા સુલેએ કર્મચારીઓના હિતમાં એક બિલ રજૂ કર્યું,દરેક કર્મચારીને કામના કલાકો પછી અને રજાના દિવસે કામ સંબંધિત ટેલિફોન કોલ અને ઇમેઇલથી જવાબ આપવું જરૂરી નહિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો