August 8, 2026
ગુજરાતઅપરાધ

શંકાની આડમાં પતિ બહાર જાય તો પત્નીને રસોડામાં પુરી જતો, આખરે કંટાળી વાત પોલીસ સ્ટેશન પહોંચી

શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતી હાલ ત્રણ મહિના થી તેની દીકરી સાથે રહે છે. વર્ષ ૨૦૧૯માં તેના લગ્ન ખમાસા ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી.

લગ્નના એક-બે મહિના સુધી સાસરિયાઓએ તેને સારી રીતે રાખી હતી પરંતુ બાદમાં તેનો પતિ શંકા વહેમ રાખતો હતો અને તેને કોઈની સાથે વાતચીત કરવા દેતો ન હતો અને જો આ યુવતી કોઇ સાથે વાતચીત કરતી તો તેને ગંદી ગાળો બોલી માર મારતો અને ધમકી આપતો હતો. એટલું જ નહીં યુવતીના સાસુ-સસરા યુવતીના પતિને ચઢામણી પણ કરતા હતા અને તેના કારણે તેનો પતિ ઘર ખર્ચ માટે અઠવાડિયાના માત્ર સો રૂપિયા વાપરવા આપતો હતો.

આટલું જ નહી પિયરમાંથી દહેજ લાવવા માટે પણ દબાણ સાસરિયાઓ કરી યુવતીને માનસિક-શારીરિક હેરાન કરતા હતા. થોડા સમય પહેલા આ યુવતીના કાકા સસરા પણ તેના ઘરે આવ્યા હતા અને યુવતીના સાસુ-સસરાને દહેજ બાબતે ચઢામણી કરતાં હતા. જ્યારે આ યુવતી ને સાત મહિનાનો ગર્ભ હતો ત્યારે તેના સગા મામા ના ચાર સંતાનો ના લગ્ન હોવાથી તેના પતિ સાથે ત્યાં ગઈ હતી. ત્યારે આ યુવતી તેના સગા બનેવી તથા યુવતી પોતાના પરિવારના સભ્યો સાથે વાતચીત કરતી હતી.

ત્યારે તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પર શક રાખી યુવતીના બનેવી ને ગમે તેમ બોલી તેની સાથે ઝઘડો કર્યો હતો. જેથી આ યુવતી તેના પિયરમાં જતી રહી હતી. પરંતુ તેના પતિએ ન ફોન કર્યો કે ના તેને તેડવા આવ્યો હતો. થોડા સમય પહેલા જ્યારે આ યુવતીએ દીકરીને જન્મ આપ્યો ત્યારે પણ તેના સાસરિયાઓએ દીકરીને કેમ જન્મ આપ્યો છે અમારે તો દીકરો જોઇતો હતો તેમ કહી જતા રહ્યા હતા અને દીકરી ત્રણ મહિનાથી થઇ ગઇ હોવા છતાં પણ યુવતીના પતિ કે સાસરીયાઓ એ કોઈ સંપર્ક કર્યો ન હતો.સમગ્ર બાબતોથી કંટાળી આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Related posts

ઈન્ડિગો એરલાઇન્સ ૧૦% સ્ટાફને કરશે છુટા

Ahmedabad Samay

AHS દ્વારા ઐતિહાસિક મનુસર તળાવની ફરતે ૧૬૦૦ દિવા પ્રગટાવવામાં આવ્યા

Ahmedabad Samay

નવા નરોડા વિસ્તારમાં આવેલી ૮ જેટલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

રાજ્યના ૧૯ પી.એસ.આઇ.ની બદલીના હુકમો કરાયા

Ahmedabad Samay

અમદાવાદમાં હલકી ગુણવત્તાના હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એક કૌભાંડ સામે આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો