September 29, 2026
ગુજરાતરાજકારણ

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

ગુજરાતના રાજકીય પક્ષો વિધાનસભાની ર૦રર ની ચૂંટણીની તૈયારીમાં ઝંપલાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન વીટીવીના ”મનોમંથન” નિષ્ણાંત શ્રી ઇસુદાનભાઇ ગઢવી જોરશોરથી ‘આપ’માં જોડાઇ ગયા છે.

‘આમ આદમી પાર્ટી’ દ્વારા ર૦રર ની વિધાનસભાની ચૂંટણીમાં શ્રી ઇસુદાનભાઇ ગઢવી સંભવતઃ મુખ્યમંત્રીનો ચહેરો બનવાની પણ પ્રબળ શકયતા દેખાઇ રહી છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારમાં જબ્બર લોકચાહના ધરાવનાર પૂર્વ પત્રકાર ઇસુદાનભાઇ ગઢવીના વિવિધ શહેરોમાં ‘આપ’ ના પ્રચારાર્થે મોટા-મોટા હોર્ડીંગ લાગ્યા હોવાનું જાણવા મળે છે. તેઓએ ‘આપ’  ના સમર્થનમાં તથા ‘આપ’  દ્વારા લોકમત પોતાની તરફ વાળવા માટેના પ્રયત્નો અત્યારથી જ પુરજોશમાં શરૂ કરી દીધા હોવાનું દેખાઇ રહ્યું છે.

આવતીકાલ અને પરમ દિવસ (રવિવાર-સોમવાર) એમ બે દિવસ માટે કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે ભાજપની નેતાગીરી દ્વારા યેનકેન પ્રકારે ઇસુદાનભાઇ ગઢવીને ‘આપ’  થી દૂર કરી પોતાની તરફ વાળવાના પણ પ્રયત્નો કરવામાં આવશે તેવી કર્ણોપકર્ણ ચર્ચા સાંભળવા મળે છે.

જો કે ભાજપના અમુક સુત્રો માની રહ્યા છે કે ભાજપ હાલમાં ખુબ જ સક્ષમ છે. અને ર૦રરની વિધાનસભાની ચૂંટણીમાં પણ સ્પષ્ટ બહુમતી સાથે ‘મહાવિજય’  મેળવશે જેમાં બેમત નથી. ચૂંટણીઓ નજીક આવે એટલે નવા-નવા રાજકીય પક્ષો અને આગેવાનો મેદાનમાં ન આવે તો જ નવાઇ, એવું પણ રાજકીય પંડીતો જણાવી રહ્યા છે

Related posts

IPL ને આ વખત વિવો ના બદલે ટાટા કરશે સ્પોન્સર

Ahmedabad Samay

૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે બી.એસ.એન.એલ. કર્મચારીઓએ હડતાલ પર

Ahmedabad Samay

અમદાવાદ – આંખ આવવાના કેસોમાં વધારો, સિવિલમાં જ રોજના 298 કેસો, અર્બન હેલ્થ સેન્ટર પર 1600

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

શંકાની આડમાં પતિ બહાર જાય તો પત્નીને રસોડામાં પુરી જતો, આખરે કંટાળી વાત પોલીસ સ્ટેશન પહોંચી

Ahmedabad Samay

E-FIR થી મોબાઈલ ચોરીનો ગુન્હો શામળાજીમાં નોંધાયો, LCBએ અમદાવાદના યુવકને ચોરીના મોબાઇલ સાથે દબોચી લીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો