August 8, 2026
અપરાધગુજરાત

વસ્ત્રાપુર અને સોલા માં હાઇપ્રોફાઇલ ઢબે વિદેશી દારૂ વેંચતા બે ભાઇની ધરપકડ

વસ્ત્રાપુર અને સોલા માં હાઇપ્રોફાઇલ ઢબે વિદેશી દારૂ વેંચતા બે ભાઇની ધરપકડ

વસ્ત્રાપુર પોલીસે રાજપથ કલબની સામે રંગરેજ પાર્કમાં રેડ કરી હતી. આ રેડમાં પોલીસે રૂ 4.60 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ દારુનો રેકેટ બન્ને સગાભાઈ અરવિંદ પટેલ અને સોલામાં પકડાયેલા વિનોદ પટેલ ચલાવતા હતા. જો કે, આ લોકોનું રહેઠાણ શહેરના શાહપુર વિસ્તારમાં આવેલું છે અને તેઓ ત્યાજ રહે છે પરતું દારુનો ધંધો કરવા માટે આ ભાઈઓએ પોશ વિસ્તારમાં મકાન લીધો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ બન્ને ભાઈઓ હાઈપ્રોફાઇલ સ્ટાઈલથી દારૂનો ધંધો કરતા હતા અને રાજસ્થાનથી બસમાં પાર્સલથી જંગી માત્રામાં દારુ મંગાવતા હતા. છેલ્લાં બે વર્ષથી આ બૂટલેગરો વૈભવી લાઈફસ્ટાઈલ વચ્ચે દારૂનો ધંધો કરતા હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે આ બન્ને ભાઈની ધરપકડ કરીને તેઓ દારૂનું વેચાણ કોને કરતા હતા અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલા છે એને લઈને પૂછપરછ શરૂ કરી છે.

સોલા પોલીસે મળેલી બાતમીને આધારે સોલામાં આવેલા  વૈભવી બંગલામાં દરોડો પાડ્યો હતો. જયાં વિદેશી બ્રાન્ડની રૂપિયા 9 લાખની કિંમતની 275 જેટલી દારૂની બોટલો કબજે કરીને આરોપી બૂટલેગર એવા વિનોદ પટેલની ધરપકડ કરી હતી. જો કે, પોલીસને શંકા ન જાય તે માટે વિનોદ જમીન દલાલીનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું છે. દારૂના વેચાણની સાથે સાથે વિનોદ પટેલ પોલીસને શંકા ન પડે એ માટે જમીન-દલાલનો ધંધો કરતો હતો

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, ગુરૂવારે ૨૫મી જુલાઈના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે

Ahmedabad Samay

લવ સેક્સ ઓર ધોકા, કઠવાડામાં યુવકે પ્રેમીકાના પતિની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી

Ahmedabad Samay

કેન્‍દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ પર એક્‍સાઇઝ ડ્‍યુટી ઘટાડી, જોકે, આનાથી છૂટક ભાવમાં કોઈ ઘટાડો થશે નહી.

Ahmedabad Samay

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

Ahmedabad Samay

જાણો સરકાર તરફથી ક્યા કયા લેવાયેલા નિર્ણયો

Ahmedabad Samay

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો