April 25, 2024
ગુજરાત

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

31 ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી અને ઉજવણીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાત્રી પાર્ટી અને ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો છે. કંટ્રોલ DCP હર્ષદ પટેલે રાત્રી પાર્ટી કે ઉજવણી કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું.

DCP કંટ્રોલ હર્ષદ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, નાતાલ અને 31 ડિસેમ્બરે ન્યુ યરની ઉજવણી રાત્રે 9 પછી નહીં થઈ શકે. જ્યારે દિવસ દરમિયાન કોરોના ગાઈડલાઈન  મુજબ લોકો ન્યૂ યર અને નાતાલની ઉજવણી કરી શકશે. નિયમનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી થશે.

અમદાવાદીઓમાં 31 ડિસેમ્બર ન્યૂ યરની રાત્રી ઉજવણી કરવાનો ભારે ક્રેઝ છે. પોલીસ તરફથી દિવસ દરમિયાન ડાન્સ પાર્ટી કે પાર્ટી માટે મંજૂરી આપવામાં આવશે કે કેમ? તે હજુ નક્કી નથી.

DCP પટેલે જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન લોકો કોરોના ગાઈડલાઈન  મુજબ નાતાલ અને ન્યૂ યરની ઉજવણી કરી શકે છે. ક્લબોમાં દિવસ દરમિયાન ડાન્સ પાર્ટી કે પાર્ટી માટે પરમિશન આપવી કે નહીં? તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી પણ સ્પેશયલ બ્રાન્ચ આ અંગે નિર્ણય લેશે

Related posts

IPL ને આ વખત વિવો ના બદલે ટાટા કરશે સ્પોન્સર

Ahmedabad Samay

વ્યાજ ખોરોથી કંટાળી યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

ભગવાન જગન્નાથની રથયાત્રામાં બે મોટી દુર્ઘટના સર્જાઇ

Ahmedabad Samay

કોરોના થયો તો પણ નેતાજી ન સુધર્યા, ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ જાહેરમાં ઉજ્જવી ત્રીજી એનિવર્સરીની

Ahmedabad Samay

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

Ahmedabad Samay

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો