August 7, 2026
ગુજરાતઅપરાધ

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

નકલી ડૉક્ટરોનો પકડાવાનો સિલસિલો હજુ ચાલુજ છે પોલીસ પણ બાજ નજર રાખી એક પછી એક લોકોના જીવ સાથે રમત રમનારા ડો.ની ધરપકડ કરવામાં વ્યસ્ત થઇ ગઇ છે એક પછી એક બાતમીના આધારે નકલી ડોકટરોની ધરપકડ કરી પર્દાફાશ કરવામાં આવી રહ્યું છે

તેવામાં એસ.ઓ.જી શાખાના અ.હે.કો. મહેશભાઇ પૂરષોત્તમભાઇને બાતમીના  ચોક્કસ આધારભુત માહિતીના આધારે રેથલ ગામે ભીખાભાઇ જીવાભાઇ સોલંકીના મકાનમાં ભાડેથી ગેર કાયદેસર રીતે દવાખાનુ રાખી ર્ડાક્ટર તરીકેની એલોપેથીક માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર એલોપેથીક તબીબીની પ્રેક્ટીસ કરી ગેરકાયદેસર એલોપેથીક દવાઓ આપતો ઇસમ સુરેશકુમાર જોઈતારામ મોદીની ધરપકડ કરવામાં આવી છે.

બોગસ ડોક્ટર દ્વારા દવાખાનામાં  જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડીકલના સાધનો રાખતો હતો અને લોકોના જીવ સાથે રમત રમતો હતો,

પોલીસ દ્વારા કુલ મળી કિં.રૂ.૧૫,૩૫૨/- ના મુદ્દામાલ સાથે પકડી ઇસમ વિરૂધ્ધ સાંણદ જી.આઇ.ડી.સી. પોલીસ સ્‍ટેશન ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ ગુનો રજીસ્ટર કરી સફળ કામગીરી કરવામા આવેલ છે.

 

Related posts

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

Ahmedabad Samay

પતિ કરતા વધુ કમાય તો પત્નીને ભરણપોષણ ન મળી શકે : કોર્ટ સાસરિયાઓ સામે ઘરેલું હિંસાનો કેસ મુંબઈની એક સેશન્સ કોર્ટે પતિ- કર્યો હતો

Ahmedabad Samay

અરવલ્લલી પર્વતમાળાની ટેકરીઓ કાપવામાં આવશે તો રણની રેતી હરિયાણા, દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં ફેલાઈ જશે

Ahmedabad Samay

આખા રાજ્યમાં ચકચાર મચાવનાર નવલખી ગેંગરેપના કેસની સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવી AC પ્રતિક્ષાલયની શરૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદની સિંધુ ભવન પાસે આવેલી  હોટેલમાં સીડી પરથી પટકાતા યુવકનું થયું મૃત્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો