August 25, 2026
ગુજરાતરાજકારણ

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

હાલ ભારત ભરમાં મોંઘવારી એટલે હદે વધી છે કે લોકો ત્રાહિમામ થઇ ગયા છે. દરેક રાજ્યમાં પેટ્રોલ,ડીઝલ, શાકભાજી અને ખાદ્યપદાર્થોનો એટલો ભાવ વધ્યો છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. જેને પગલે કોંગ્રેસ દ્વારા “ જન ચેતના રેલી” નો અભ્યાન ગુજરાત ભરમાં ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી હતી. જેમાં દિગ્ગજ નેતા અમિતભાઈ ચાવડા, અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, ભરતસિંહ સોલંકી, ઈમરાન ખેડાવાલા, ગાયત્રીબા વાઘેલા, પરેશ ધાનાણી, મધુસુદનભાઈ, નરેશભાઈ, ચેતન રાવલ, ઘનશ્યામ ગઢવી, ગ્યાસુદ્દીન શેખ જેવા નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ રેલીમાં ભાજપ શાસનમાં ભાજપ તારો કેવો ખેલ, સસ્તો દારૂ, મોઘું તેલ- મોંઘો ગેસ, મોંઘુ તેલ બંધ કરો લૂંટનો ખેલ, સિલિંડર મોંઘુ મોંઘુ તેલ જોવો આ છે મોદીનો ખેલ, મોંઘા કર્યા પેટ્રોલ- ડીઝલના દામ, ભાજપે આપ્યા પ્રજાને ડામ જેવા પોસ્ટર સાથે સાઈકલ તથા ચાલતા રાજીવ ગાંધી ભવનથી આશ્રમ રોડ થઈ સરદાર બાગની પાસે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીજીને પુષ્પાજંલિ આપી રેલીનું સમાપન કરવામાં આવેલ

New up 01

Related posts

બજરંગ દળે જિલ્લા સ્તરે આતંકવાદ સામે ઇસ્લામિક જેહાદનું વ્યાપકપણે વિરોધ પ્રદર્શન કર્યું

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ સાથે થઇ વર્લ્ડ રોઝ ડેની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

2021-22માં 1.06 લાખ મિલિયન યુનિટ વીજ વપરાશ થયો, એક વર્ષમાં રાજ્યમાં માથાદીઠ વીજ વપરાશ 140 યુનિટ વધ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો