March 25, 2025
ગુજરાત

રાજકોટમાં સર્વત્ર વરસાદ: ઉપલેટાનાં વેણુ – ૨નાં દરવાજા ખોલ્યા, આજી-૩ ડેમ પણ ૭૦% ભરાયો

ઉપલેટાનાં વેણુ – ૨નાં ૧૯ દરવાજા ૧૮ ફૂટ ખોલાયા, હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના ઉપલેટાનાં વેણુ – ૨ ડેમનાં ૧૯ દરવાજા ૧૮ ફૂટ ખોલાયા, હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસેનો સિંચાઈ યોજના નંબર ૧૫૩ વેણુ – ૨ ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી હોવાથી ડેમનાં ૧૯ દરવાજા ૧૮ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલ ૧૪૨૭૫૬ ક્યુસેક પ્રવાહની આવક સામે ૧૪૨૭૫૬ ક્યુસેક પ્રવાહ છોડવામાં આવી રહ્યો હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના ગધેથડ, વરજાંગજાળીયા, મેખાટીંબી, નાગવદર અને નિલાખા ગામોના લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા રાજકોટ ફ્લડ સેલની યાદીમાં જણાવ્યું છે. આજી-૩ ડેમ નિર્ધારિત ૭૦% ભરાઈ જતાં હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાનો આજી-૩ ડેમ વરસાદને કારણે નિર્ધારિત સપાટીએ ૭૦ ટકા ભરાઈ ગયેલ હોય, પાણીની આવક વધતા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. આથી, ડેમની હેઠવાસમાં આવતા ખજુરડી, થોરીયાળી, ખીજડીયા મોટા સહિતના ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહિ કરવા તેમજ સાવચેત રહેવા મામલતદારશ્રી ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Related posts

નકલી નોટો સાથે બે શખ્સની ઉજાલા સર્કલે ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ: ઘાટલોડિયાના 26 વર્ષીય વિદ્યાર્થીનું ટોરોન્ટોમાં ડૂબીને મોત, MBA કરવા માટે ગયો હતો કેનેડા

Ahmedabad Samay

 અમદાવાદ સમયની જાહેર જનતાને અપીલ

Ahmedabad Samay

ભૂજ – પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Ahmedabad Samay

કોરોના કેસ વધતા સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો

Ahmedabad Samay

શ્રી અજયસિંહ ભદૌરીયાએ ઉત્તર ભારતીય વિકાસ પરિષદની કચેરી ખાતે મુલાકાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો