September 21, 2026
ગુજરાત

ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓ માટે દુરદર્શન ડીડી ગીરનાર પરથી 22 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન પ્રસારિત કરાશે

રાજ્યમાં નવા સત્રના પ્રારંભ સાથે શરૂ થયેલા બ્રિજ કોર્સ 17 જુલાઈએ પુર્ણ થયો છે. હવે 22 જુલાઈથી ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓ માટે દુરદર્શન પર હોમલર્નિંગ અંતર્ગત શૈક્ષણિક કાર્યનું પ્રસારણ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે રાજ્ય કક્ષાએથી ધોરણ-3થી 5, ધોરણ-6થી 8 અને ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલી વિષયવસ્તુ આધારીત વિડીયો- શૈક્ષણિક પાઠ ટીવીના માધ્યમથી 22 જુલાઈથી શરૂ કરવામાં આવશે.

ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓ માટે દુરદર્શન ડીડી ગીરનાર પરથી 22 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન પ્રસારિત થનારા શૈક્ષણિક વિડીયોનું સમયપત્રક પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. દુરદર્શન પર સવારે 9થી 9-30 વાગ્યે ધોરણ-3ના કાર્યક્રમો પ્રસારિત કરાશે. જ્યારે 9-30થી 10માં ધોરણ-4, 10થી 10-30માં ધોરણ-5, 10-30થી 11 દરમિયાન ધોરણ-6, 11-30થી 12 વચ્ચે ધોરણ-7, 2-30થી 3માં ધોરણ-8, 12થી 1 વચ્ચે ધોરણ-9 અને 10 અને ધોરણ-3થી 4માં ધોરણ-11 અને 12ના ક્લાસનું પ્રસારણ કરાશે”

New up 01

Related posts

નરોડવિસ્તારમાં આવેલ તુલસી વિવાહ સંસ્થા દ્વારા લગ્ન સમહારો નું આયોજન કરાયું

Ahmedabad Samay

આ માસથી આમ નાગરિકો માટે LPG અને UPIના નવા નિયમો લાગુ પડશે, ફેરફારો દેશના નાગરિકોની જીવનશૈલી અને ખિસ્‍સા પર સીધી અસર છોડશે.

Ahmedabad Samay

ગુમથયેલ છે.

Ahmedabad Samay

સરસપુરમાં ગુરુ શિષ્યના ચારિત્રય પર લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

Ahmedabad Samay

આતંકવાદીઓ રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો