August 7, 2026
દેશ

મહારાજાની થઇ ઘર વાપસી, એર ઇન્ડિયા ફરી ટાટાના હવાલે

Air India ની TATA GROUPમાં ઘર વાપસી, ૬૮ વર્ષ બાદ એરલાઇન્સ ફરી ટાટા તરીકે ઓળખાશે સરકારી કંપની એર ઇન્ડિયાને TATA ખરીદવા જઈ રહી છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર પેનલે એર ઇન્ડિયા માટે ટાટા ગ્રુપની પસંદગી કરી છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના અજય સિંહે એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી. રિપોર્ટ અનુસાર સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે JRD TATAએ ૧૯૩૨ માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ સેવાઓ બંધ થઈ ગઈ હતી. એરલાઇન્સ ફરી પુન શરૂ કરવામાં આવી ત્યારે ૨૯ જુલાઇ ૧૯૪૬ ના રોજ ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું. આઝાદી પછી ૧૯૪૭ માં, એર ઇન્ડિયાની ૪૯ ટકા ભાગીદારી સરકાર દ્વારા લેવામાં આવી હતી. ૧૯૫૩ માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

Related posts

લોકસભામાં હિંદુઓ પર કરેલા નિવેદનથી PM મોદી અને અમિતશાહ થયા ભારે ગુસ્સે

Ahmedabad Samay

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

Ahmedabad Samay

રાજસ્થાનમાં કોરોના કહેર વધતા સૌથી વધુ પ્રભાવિત ૮ જિલ્લાના મુખ્ય મથકોમાં નાઈટ કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

પુલવામાના મુખ્ય આરોપી લંબુ ઉર્ફે અદનાન સહિત બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા

Ahmedabad Samay

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આ પ્રકારના તમામ દાવાઓ તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

Ahmedabad Samay

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો