ભારતીય સુરક્ષા દળોએ પુલવામાના ડાચી ગામમાં અથડામણ દરમિયાન પુલવામાના મુખ્ય આરોપી અને પાકિસ્તાની નાગરીક તથા જૈશ-એ-મહમદના પ્રમુખ મસુદ અઝહરના નજીકના સંબંધી લંબુ ઉર્ફે અદનાન સહિત બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. બીજા આતંકીની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે.
આ અથડામણ દરમિયાન એ.કે. ૪૭ અને એક એમ-૪ રાઈફલ સહિત દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. આતંકી લંબુને પોલીસ ઘણા સમયથી શોધી રહી હતી.