November 23, 2026
ગુજરાતરાજકારણ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચ્યો

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપે કોંગ્રેસને આંચકો આપી દીધો છે. ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપે નેતૃત્વ પરિવર્તન કરીને વિજય રૂપાણીને સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં જીતના કારણે ભૂપેન્દ્ર પટેલને રાહત થઈ છે

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ માટે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોટો પડકાર હતો અને આ પડકારને પાટિલ ફરી પહોંચી વળ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલ માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જીત બહુ મહત્વની છે હતી. કેમ કે ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના શાસનમાં જે નહોતું થઈ શકયું એ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલની જોડીએ કરી બતાવ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૦૧૦માં અસ્તિત્વમાં આવી હતી અને ૨૦૧૧ના એપ્રિલમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની  પહેલી ચૂંટણી યોજાઈ હતી.

નરેન્દ્ર મોદી એ વખતે મુખ્યમંત્રી હતા છતાં ભાજપ જીત્યો નહોતો. કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી હતી. એ પછી ૨૦૧૬ યોજાયેલી ચૂંટણી વખતે પણ ભાજપ સ્પષ્ટ બહુમતી નહોતો મેળવી શકી. આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે.

ગુજરાત રાજયની પાટનગરની ચૂંટણીના પરીણામ પર તમામ લોકોની નજર હતી, આજે તેનું પરીણામ આવી ગયું છે.જેમાં ભારતીય જનતા પાર્ટીની ધમાકેદાર જીત થઈ છે. જેમાં ગાંધીનગરની ૪૪ બેઠકો પૈકી ૪૧ બેઠકો પર ભાજપે જીત મેળવી છે.કોંગ્રેસને માત્ર ૨ અને આમ આદમી પાર્ટીએ માત્ર એક બેઠક પર જીત મેળવી છે. ભાજપને ૧૦ વર્ષમાં પહેલી વખત આ શહેરમાં સ્પષ્ટ બહુમતી મળી છે. પીએમ મોદીના ઘરમાં અને અમિત શાહના ગઢમાં તો આપ અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે પરીણામ બાદ બન્ને પક્ષોએ મંથન કરવાની જરૂર છે.

ગુજરાતમાં પગપેસારો કરવાના સ્વપ્ન જોઈ રહેલી આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો છે.બીજી તરફ ભાજપ પાસે હવે ગુજરાતના તમામ મોટા શહેરોમાં કોર્પોરેશનની સત્તા આવી ચુકી છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ઉજવણી અને ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો  છે.

ગાંધીનગરની ચૂંટણી માટે ૫૬ ટકા મતદાન થયુ હતુ. ભાજપના પ્રમુખ સીઆર પાટીલ તેમજ નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો વિષય હતી. જોકે આ લિટમસ ટેસ્ટમાં તેઓ પાસ થયા હોવાનુ દેખાઈ રહ્યુ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચ્યો છે.. ચૂંટણીના પરિણામોમાં ભાજપે કેસરિયો લહેરાવી ગાંધીનગર મહાનગરપાલિકા પર કબ્જો જમાવ્યો છે* બીજી તરફ હરીફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ થઇ ગયા છે* ભાજપે ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠક પૈકી ૪૧ બેઠકો પર જંગી બહુમતિથી જીત મેળવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય મેળવ્યો

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિજય મેળવ્યો છે.. છેલ્લા ૧૦ વર્ષમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ સાથે પાટનગરની મહાનગરપાલિકા પર ભગવો લહેરાવ્યો છે. ચૂંટણી બાદ યોજાયેલી મતગણતરીમાં ભાજપના લગભગ તમામ ઉમેદવારો શરૂઆતથી જ હરીફ પક્ષોના ઉમેદવારો પર લીડ મેળવ્યા રહ્યા. આખરે તેમણે જંગી બહુમતિથી વિજય મેળવ્યો.

ગાંધીનગર મનપામાં ભાજપની જીત થતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ કમલમ પહોંચ્યા. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યુ કે, કોંગ્રેસને ચૂંટણીમાં બે સીટ મળી અને જે ખૂબ ગાજયા તેમને માત્ર એક સીટ મળી છે. રાજયમાં અન્ય પાલિકા અને તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે સારો દેખાવ કર્યો છે. ભાજપે ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. સીઆર પાટીલે વધુમાં જણાવ્યુ કે, ગાંધીનગરમાં ભાજપે ૪૧ બેઠકો જીતી છે. અને કોરોનાકાળમાં ભાજપે લોકસંપર્ક જાળવી રાખ્યો હતો.

Related posts

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

લંડનમાં ગુમ થયેલા અમદાવાદના યુવકનો મૃતદેહ 11 દિવસ બાદ થેમ્સ નદીમાંથી મળ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Ahmedabad Samay

અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,સાત અંદરબ્રિજ બંધ કરાયા, જાણો ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો

Ahmedabad Samay

અમદાવાદના યુવા એન્જિનિયર કેશવકાંત શર્માએ એક અનોખું ડ્રોન વિકસાવ્યું , જે દુશ્મનો પર ગ્રેનેડ ફેંકીને સુરક્ષિત રીતે પાછું ફરી શકે છે

Ahmedabad Samay

અમદાવાદ – અડાલજ પાસે સ્કૂલ બસ ડિવાઈડર ચડીને વૃક્ષ સાથે અથડાતા અકસ્માત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો