લંડનમાં ભણવા ગયેલા અમદાવાદના યુવક કુશ પટેલનો મૃતદેહ 11 દિવસ બાદ મળી આવ્યો છે. તેની ફિંગર પ્રિન્ટના આધારે ઓળખ કરવામાં આવી છે. જેને નદીમાંથી ઝંપલાવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. લંડનમાં હાજરી તેમજ આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવી રહ્યું છે. કુશ સ્ટુડન્ટસ વિઝા પર લંડન ગયો હતો.
કુશ પટેલ લંડનથી 10 ઓગસ્ટે ગુમ થયો હતો. ત્યારે 11 દિવસ બાદ પોલીસ તપાસમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ફિંગર પ્રિન્ટ મેચ થતા કુશ પટેલ હોવાનો ખુલાસો થયો છે. લંડનના બ્રિજ પથી નદીમાં ઝંપલાવ્યું હતું. જો કે, આ મામલે કુશ પટેલના સ્વજનોને જાણ કરવામાં આવી હતી.
10 ઓગસ્ટના રોજ મોબાઈલ સ્વીચઓફ આવતો હતો. ત્યારે કોહવાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ફિંગર પ્રિન્ટ પણ મેચ નહોતા થતા 10 દિવસે તેની ઓળખ થઈ અને 11માં દિવસે પરીવારને જાણ કરવામાં આવી છે.
અટેન્ડન્સ તેની પૂર્ણ નહોતી ત્યારે રહેવાની બાબતમાં પણ પૈસા તેના ખર્ચ થઈ ગયા હતા. પરીવારને શું જવાબ આપશે તેને લઈને ચિંતામાં હતો. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી હતી અને સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તેની તપાસ કરી હતી.