September 21, 2026
ગુજરાતજીવનશૈલી

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ નિમિતે જીસીએસ હોસ્પિટલ દ્વારા 9 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલના સ્ટાફ માટે માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત સાયકાયટ્રીસ્ટ, ડો. હિતેન્દ્ર ગાંધી, ડો. અલ્પેશ ગેડીયા અને ડો. આલાપી પ્રજાપતિ દ્વારા માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું અને શું ધ્યાનમાં રાખવું જોઈએ એના પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પેનલ ડિસ્કશનનું સંચાલન સંસ્થાના સિનિયર જનરલ મેનેજર નેહા લાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે “દર સાતે એક ભારતીય માનસિક બીમારીથી પીડિત છે.જેમાંથી માત્ર 10 ટકા લોકો જ સાયકોલોજીસ્ટની સલાહ લે છે.

બાકીના પીડિતો અંદરને અંદર લોકો શું કહેશે એ ડરથી મૂંજાયા કરે છે અને તેમને સમજાવવું જરૂરી છે કે, લોકોને એવી ખોટી માન્યતા છે કે – માનસિક રોગ એટલે ડિપ્રેશન, પરંતુ માનસિક રોગના પણ ઘણા પ્રકાર છે જેમ કે, વયસ્કોમાં – ચિંતા, તણાવ, ઊંઘ ન આવવી, બાયપોલર ડિસઓર્ડર અને બાળકોમા – ધ્યાન કેન્દ્રિત ન થવું, ચંચળતા અને રોજબરોજની ક્રિયાઓ ન કરી શકવું. માનસિક સ્વાસ્થ્ય એટલું જ જરૂરી છે જેટલું શારીરિક સ્વાસ્થ્ય. દરેકને માનસિક સ્વાસ્થ્ય જાળવવાનો સમાન અધિકાર છે. અને કામનું પ્રેશર પણ માનસિક સ્વાસ્થ્ય પર ખુબ અસર કરે છે જેના નિવારણ માટે નિયમિત યોગ-પ્રાણાયામ અને સહ-કાર્યકરો સાથેના સબંધો જાળવવા ખુબ મહત્વનો ભાગ ભજવે છે. માત્ર મનોવિકૃતિ માટે જ નહીં પણ માનસિક સ્વસ્થતા અને શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તે વિશે પણ સાઈકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન મેળવી શકાય છે.

Related posts

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

Ahmedabad Samay

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત – રોંગ સાઈડમાં ગયા તો વાહનનું ટાયર ફાટ્યું સમજો

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો