March 21, 2025
ગુજરાત

એએમએ દ્રારા ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૪મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખાતા ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૪મી જન્મજયંતિ નિમિત્તે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)એ પ્રતિષ્ઠિત વક્તાઓ દ્રારા “ડૉ. વિક્રમ સારાભાઈનો વારસો” કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એએમએની સ્થાપના ડૉ. વિક્રમ સારાભાઈએ ૧૯૫૬માં કરી હતી. આ પ્રસંગે ડૉ. પદ્મનાભ કે. જોષી- વડા, વિક્રમ સારાભાઈ આર્કાઈવ્ઝ, નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ, અમદાવાદ અને લેખકે “બીઈંગ એ ગ્રેટ હ્યુમન”ના સંદર્ભમાં વારસાને સંબોધતા જણાવ્યું હતું કે ડૉ. વિક્રમ સારાભાઈ અન્ય લોકો માટે કરુણા અનુભવતા ખૂબ જ પ્રેમાળ માનવી હતા. તેઓ એક એવાં અનોખા માનવી હતાં કે જે તેમનાં સંપર્કમાં આવતા તમામ લોકોનું દિલ જીતી લેતાં હતાં.

તેઓ વ્યક્તિની ગરિમામાં વિશ્વાસ રાખતા હતાં અને તેને જાળવવાનો સખત પ્રયાસ કરતાં હતાં. ડૉ. નિલેશ એમ. દેસાઈ – પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક, સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC/ISRO), અમદાવાદના નિયામક, “બીઈંગ એ લિજેન્ડરી સ્પેસ સાયન્ટીસ્ટ”ના સંદર્ભમાં વારસાને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈની દ્રષ્ટિએ આજના ISROમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ૨૩ ઓગસ્ટ, ૨૦૨૩ માટે આયોજિત ચંદ્રયાન-૩ સોફ્ટ લેન્ડિંગ પર ટૂંકમાં સંબોધન કર્યું હતું. એએમએનાં પ્રમુખ શ્રી દિવ્યેશ રાડિયાએ “બીઈંગ એ ક્રિએટર ઓફ ગ્લોબલ ઇન્સ્ટીટ્યુશનસ” ના સંદર્ભમાં વારસાને સંબોધિત કરતાં કહ્યું હતું કે ડૉ. સારાભાઈ એક મહાન સંસ્થા નિર્માતા હતા અને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ), અમદાવાદ ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (એટીઆઈઆરએ), અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદ, દર્પણ એકેડેમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, વિક્રમ એ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને અન્ય વિવિધ ક્ષેત્રોમાં અનેક સંસ્થાઓની સ્થાપના કરી હતી અથવા સ્થાપનામાં મદદ કરી હતી.

ડૉ. સારાભાઈ દ્રારા સ્થપાયેલી અને તેની દેખરેખ કરતી વિવિધ સંસ્થાઓએ તેમના પરસ્પર લાભ માટે એકબીજાના અનુભવ અને તકનીકોથી લાભ મેળવ્યો છે. પ્રો. પંકજ એન. ગજ્જર, પ્રેસિડેન્ટ, ગુજરાત સાયન્સ એકેડેમી તથા હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ, ગુજરાત યુનિવર્સિટીએ “બીઈંગ એ સાયન્સ એજ્યુકેટર”ના સંદર્ભમાં વારસાને સંબોધતા જણાવ્યું હતું કે સમુદાયના વિકાસ માટે ડો. વિક્રમ સારાભાઈની વિજ્ઞાન શિક્ષણની દ્રષ્ટિએ ભારતના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સંદેશાવ્યવહાર, હવામાનની આગાહી અને કુદરતી સંસાધનોની શોધ વગેરે થકી ડૉ. સારાભાઈએ સામાજિક અને આર્થિક વિકાસ પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણી માટે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રહેલી પ્રચંડ સંભાવનાઓને અનુભવી હતી.

મુખ્ય મહેમાન શ્રી કાર્તિકેય વી. સારાભાઈ, ડિરેક્ટર, સીઈઈ; નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ એ કહ્યું હતું કે આપણે કેવી રીતે માનવતાની સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રસાર દ્રારા યુવા દિમાગને પોષી શકીએ અને ડૉ. વિક્રમ સારાભાઈના વારસાને ટકાવી શકીએ. કાર્યક્રમનું સંચાલન એએમએના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. સાવન ગોડિયાવાલાએ કર્યું હતું અને જણાવ્યું હતું કે એએમએ ડૉ. વિક્રમ સારાભાઈના વારસાને તેમના વિઝન અને મિશન દ્રારા આગળ ધપાવવા માટે કટિબધ્ધ છે. અસ્મિતા ગુર્જરી વતી શ્રી ભીખેશ ભટ્ટે જણાવ્યું હતું કે ડૉ. વિક્રમ સારાભાઈ ઊંડા સાંસ્કૃતિક રસ ધરાવતા હતા અને તેઓ સંગીત, ફોટોગ્રાફી, પુરાતત્વ, લલિત કલા વગેરેમાં ઊંડો રસ ધરાવતા હતા.

Related posts

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આર.જે પટેલ સત્યમ વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ 2023 ની ઉજવણી થઈ

Ahmedabad Samay

આજે રાત્રે ૧૨ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો

Ahmedabad Samay

અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

admin

ભાજપમાં ટિકિટ ફાળવણી ઉપર કાર્યકરોનો રોષ દેખાયો, ખાનપુર કાર્યલય પર કાર્યકરો પોહચ્યા

Ahmedabad Samay

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

પેટ્રોલ અને ડીઝલ બાદ હવે તેલ થયું સસ્તું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો