August 9, 2026
Other

ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિની ઘટના

ગાયકવાડ હવેલી વિસ્તારમાં બે બકરાની પશુ બલિ ચડાવી દેવાય છે. આજના આધુનિક યુગમાં પણ લોકો પોતાના કામ પૂરા કરવા માટે અબોલ પશુઓને શ્રદ્ધાની આડમાં મોતના ઘાટ ઉતારી દે છે. ત્યારે આ મામલે પ્રાણીઓ માટે NGO ચલાવતા દીપાબેન જોશીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિ ચડતી હોવાની વાત પોલીસને જાણવા મળી હતી. જે બાદ પોલીસ મહાજનના વંડામાં પહોંચ્યા હતા. જ્યાં જોયું તો બે બકરાની બલિ ચડાવવામાં આવી હતી. ત્યાં હાજર દંપતીએ પરંપરાગત વિધિથી બકરાની બલિ ચડાવી હતી. અને બલિ ચડાવેલા બંને બકરાના કપાયેલા માથા માતાજીના મંદિરમાં મુકવામાં આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહાજનના વંડામાં આવેલા માતાજીના મંદિરમાં રમેશ સરગરા અને લલીબેન સરગરાએ પશુ બલિ ચડાવી હતી. જેથી પોલીસે બલિ ચડાવનાર દંપતિ અને વિધિ કરનારા બે લોકો સહિત કુલ 4 લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આ પહેલાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં પશુ બલિ ચડાવાઈ હતી અને હવે ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુ બલિની ઘટના બની છે. ત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે આજે દુનિયા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. તો બીજી તરફ એવા પણ લોકો છે, કે જે અંધશ્રદ્ધાની આડમાં હજુ પણ પશુ બલિમાં માન્યતા ધરાવે છે.

Related posts

શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે બાંય ચડાવીને, પ્રિસ્કૂલના નિયમોમાં છૂટછાટ નહી મળે તો નોંધણી નહી કરાવે

Ahmedabad Samay

ન્યાય અને જન કલ્યાણ અર્થે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનો શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

મહેન્‍દ્ર સિંહ ધોની તેના જૂના લુકમાં એટલે કે લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે

Ahmedabad Samay

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા કુંદન કેબલ નામની કંપનીના બનાવટી કેબલો બનાવતા આરોપીની કરી ધરપકડ

Ahmedabad Samay

અખિલ ભારતીય રાજભર મહાસભાદ્વારા અમદાવાદના વટવા ખાતે રાજભર મહાસંમેલન યોજાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો