August 8, 2026
ગુજરાત

આરોગ્ય તંત્ર જાગ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ શરૂ કરાયા

અમદાવાદમાં ઓમિક્રોનની દહેશતને લઈ આરોગ્ય તંત્ર જાગ્યું છે. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ કરાઈ રહ્યો છે. જો કે, શંકાસ્પદ અને કોરોના સંક્રમિત હોય તેવા નાગરિકોને હોમ કવોરંટાઇન દરમ્યાન સંજીવની ટીમ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસો વધતા જઈ રહ્યા છે. સરકાર દ્વારા લોકોને વેક્સિન લેવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ છેલ્લા અઢી મહિનામાં શહેરમાં કોરોનાના 552 પૉઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં 552 થી 500 લોકોએ વિકસીનનો એક કે બંને ડોઝ લીધેલા છે. વેકસીનનો એકપણ ડોઝ નહી લેનાર 25 લોકો સંક્રમિત થયા છે. સાથો સાથ 257 કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. વેકસીનેટેડ લોકોને માઈલ્ડ ઇન્ફેક્શન થયું છે. અમદાવાદમાં રેલવે અને બસ સ્ટેશનમાં ચેકીંગ કરવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 48 લાખ લોકોએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. પ્રથમ ડોઝની સામે 32.62 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. 68 ટકા લોકોને બીજો ડોઝ આપવાની કામગીરી પૂર્ણ થઈ. હજુ પણ 32 ટકા લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે. 6 લાખ લોકોને હજુ પણ બીજો ડોઝ લેવાનો બાકી છે. લોકો ઝડપથી બીજો ડોઝ લે તે માટે એએમસી દ્વારા SMS અને ફોન કરીને લોકોને બીજો ડોઝ લેવા જાણ કરવામાં આવી રહી છે.

New up 01

Related posts

અનેક શહેરોમાં કર્ફ્યુનો સમય વધારી સાંજે ૪ થી સવારે ૬ સુધી કરાયો,

Ahmedabad Samay

અમદાવાદમાં નવા 20 વિસ્તારોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

Ahmedabad Samay

અમદાવાદ પોલીસ ઉપર બે વર્ષમાં ૧૪૨ વાર હુમલાની ઘટના બની છે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીયો ને શહેર છોડી ન જવા અપીલ કરાઇ, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

Ahmedabad Samay

૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ

Ahmedabad Samay

રાજ્ય સરકાર દ્વારા હોળી ધૂળેટીના તહેવાર અંગે ગાઇડલાઇન જાહેર કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો