August 13, 2026
ગુજરાત

ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર

કોરોનાની ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર છે. બીજી લહેરમાં કોરોનાએ મચાવેલાં આતંકને પગલે મૃતદેહોના ઢગલા થયા હતા. રાજકોટમાં પણ કોરોનાએ કાળો કેર વર્તવ્યો હતો અને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં 24 કલાકનું વેઇટિંગ કોઈ ભુલ્યું નથી. ત્યારે આ પરિસ્થિતિ ન સર્જાઈ એવું જ બધા ઇચ્છી રહ્યા છે.

કદાચ ત્રીજી લહેર આવે તો શું અને તેમાં જો લોકોનાં મૃત્યુ થાય તો મૃતદેહોને 24-24 કલાક સુધી અંતિમ સંસ્કાર માટે રાહ ન જોવી પડે એ માટે રાજકોટના બાપુનગર સ્મશાન ગૃહમાં તૈયારીઓ કરવામાં આવી છે. અંતિમ સંસ્કાર માત્ર ઇલેક્ટ્રિક ભઠ્ઠી અને લાકડા વિભાગ માટે લાકડાનો સ્ટોક કરવામાં આવ્યો છે. તો મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે 9 ખાટલાં પણ તૈયાર રાખવાં આવ્યા છે.

સુરતમાં પણ સ્મશાન ભૂમિના સંચાલકો પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેન્ટેન્સની સાથે સ્મશાન ચાલુ છે. કુરુક્ષેત્ર સ્મશાનમાં 6 ભઠ્ઠી હતી. વધારાની ત્રણ નવી બનાવમાં આવી છે. 800 ડિગ્રી પહોંચી વળે તેવા પતરાનો ચીમની માટે ઉપયોગ કરાયો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સતત ભઠ્ઠીઓ ધમધમતાં પીગળી જવાના કિસ્સાઓ પણ નોંધાયા હતા.

કોરોના મહામારીની બીજી વેવમાં લાખો લોકો સંક્રમિત થયા અને હજારો લોકો કોરોનાથી મોતને ભેટ્યા. સમગ્ર દેશ સહિત વડોદરાના સ્મશાનોમાં પણ ચિતાઓ માટે 3 થી 8 કલાકનું વેઈટિંગ જોવા મળ્યું હતું. પરંતુ

જ્યારે ઓગસ્ટ મહિનાના અંતમાં થર્ડ વેવનો પ્રારંભ થશે તેવી આગાહીઓને પગલે વડોદરાના સ્મશાનોમાં ચિતાઓ વધારવામાં આવી તો રહી છે અને સાથે લાકડાઓનો જથ્થો પણ 10 ગણો વધારે કરી દેવાયો છે. કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનની વાત કરીએ તો અગાઉ અહીં 14 ચિતાઓ જ હતી તે વધારીને 30 કરી દેવાઈ છે અને અત્યારથી જ લાકડાનો સ્ટોક વધારી દેવાયો

New up 01

Related posts

કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટરમાં બેસીને હેરીટેજ સિટી અમદાવાદનો નજારો માણ્યો

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં ઈમારતોની ઊંચાઈ અંગે કડક વલણ, ૧૩ જેટલી ઇમારતો તોડાસે

Ahmedabad Samay

RTE હેઠળ પ્રવેશમાં એક માત્ર સંતાન દીકરી હોય તેને પ્રાધાન્ય: કોર્પોરેશન દ્વારા તેનું પ્રમાણપત્ર સોમવારથી આપશે

admin

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay

કોરોના કાળમાં જાહેરમાં ચાલી રહી છે લૂંટ, ટ્રાવેલ્સ બન્યા લૂંટારૂ

Ahmedabad Samay

GCS હોસ્પિટલ દ્વારા આયુષ્માન ભારત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો