December 3, 2024
ગુજરાતદેશ

ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના ભારત માંથી સમાપ્ત થઇ જશે.

ભારતમાં કોરોના વાયરસ મહામારી પોતાના ઉચ્ચ સ્તરમાંથી પસાર થઈ ચુકી છે. સરકાર તરફથી બનાવવામાં આવેલી વૈજ્ઞાનિકોની એક સમિતિનું આ માનવુ છે. પેનલ પ્રમાણે, કોરોના મહામારી ફેબ્રુઆરી ૨૦૨૧મા સમાપ્ત થવાની સંભાવના છે. તેમના અનુસાર, ભારતમાં કોરોનાના ૧૦.૬ મિલિયન એટલે કે ૧ કરોડ ૬ લાખથી વધુ કેસ થશે નહીં. હાલ ભારતમાં કોરોનાના કુલ ૭૫ લાખથી વધુ કેસ  છે. એક અખબારને કમિટીએ કહ્યુ કે, વાયરસથી બચાવને લઈને કરવામાં આવી રહેલા ઉપાયને યથાવત રાખવા જોઈએ. સમિતિએ મહામારીના સ્ટેન્ડને મેચ કરવા માટે કમ્પ્યૂટર મોડલનો ઉપયોગ કર્યો છે. સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજયરાઘવને આ સમિતિની રચના કરી હતી. આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગર તેમના પ્રમુખ છે.

સમિતિ પ્રમાણે જો ભારતે માર્ચમાં લૉકડાઉન ન લગાવ્યું હોત તો દેશભરમાં ૨૫ લાખથી વધુના મોત થયા હોત. અત્યાર સુધી આ મહામારીને કારણે ૧.૧૪ લાખ દર્દીઓના મોત થયા છે. નીતિ આયોગના સભ્ય અને કોવિડ એક્સપર્ટ પેનલના ચીફ ડો વીકે પોલે કહ્યુ પાછલા ત્રણ સપ્તાહમાં નવા કેસ અને મોતોની સંખ્યા ઘટી છે પરંતુ અમે શિયાળાના હવામાનમાં ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેરની સંભાવનાનો ઇનકાર ન કરી શકીએ. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના  ૬૧,૮૭૧  નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસની સંખ્યા ૭૪,૯૪,૫૫૧ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા કલ્યાણ મંત્રાલય અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસથી ૧૦૩૩ મૃત્યુ થયા છે. ત્યારબાદ કુલ મૃત્યુઆંક  ૧,૧૪,૦૩૧ થઈ ગયો છે. દેશભરમાં રિકવરી રેટ વધીને ૮૮.૦૩ ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર ૧.૫૩ ટકા છે

Related posts

ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ચેતીજજો, ઇ-મેમો પાવાનું ફરી શરૂ

Ahmedabad Samay

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Ahmedabad Samay

અમદાવાદમાં અલર્ટ જાહેર,અમદાવાદ પોલીસ કમિશ્રર સંજય શ્રીવસ્તવ દ્વારા અલર્ટ જાહેર કરાયુ

Ahmedabad Samay

ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાની વાતથી સુપ્રીમ કોર્ટ પણ ચિંતામાં

Ahmedabad Samay

૦૪ જેટલી નેશનલ બેંકના બદલાશે IFSC કોડ

Ahmedabad Samay

જિલ્લા કક્ષા ની અંડર ૧૯ કબ્બડી માં વિજેતા અને વોલીવોલ સ્પર્ધા માં રનર અપ થઈ કઠવાડા માં આવેલી શ્રીનારાયણા હાયર સેકેંડરી સ્કૂલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો