September 23, 2026
દેશ

મોદી સરકારનું જો આ પ્લાન સફળ થશેતો પેટ્રોલ અડધી કિંમતે મળશે

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે, ઓટોમોબાઈલ કંપનીઓના ટોચના અધિકારીઓએ તેઓને વચન આપ્યું કે, તેઓ છ મહિનાની અંદર ફ્લેક્સ ફ્યુઅલ વાહનોનું ઉત્પાદન શરૂ કરશે.

ગડકરીએ ‘ET ગ્લોબલ બિઝનેસ સમિટ’ ને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા કહ્યું કે, સરકાર સાર્વજનિક પરિવહનને 100 ટકા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો દ્વારા ચલાવવાની યોજના પર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે જેનાથી આમિશ્રિત ઇંધણ બને છે અને તે સામાન્ય પેટ્રોલની તુલનામાં લગભગ અડધી કિંમતે ઉપલબ્ધ છે.

તેઓએ જણાવ્યું કે, ‘આ અઠવાડિયે, મે તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓના પ્રબંધ નિર્દેશકો અને SIAMનાં પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. તેઓએ મને વચન આપ્યું હતું કે, તેઓ એવાં વાહનો માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરશે, જે એકથી વધારે ઇંધણથી ચાલી શકે છે.” કેન્દ્રીય મંત્રી ગડકરીના જણાવ્યાં અનુસાર, ટૂંક સમયમાં જ ભારતમાં મોટા ભાગના વાહનો 100 ટકા ઇથેનોલ પર ચાલશે. વધુમાં એમ પણ કહ્યું કે, સરકાર ગ્રીન હાઇડ્રોજન અને અન્ય વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.

ફ્લેક્સ-ઇંધણ એ ગેસોલિન અને મિથેનોલ અથવા તો ઇથેનોલના મિશ્રણમાંથી તૈયાર કરાયેલ વૈકલ્પિક ઇંધણ છે. તેઓએ કહ્યું કે, ટીવીએસ મોટર અને બજાજ ઓટો જેવી કંપનીઓએ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રીએ કોન્ફરન્સમાં વધુમાં કહ્યું કે, સરકાર જાહેર પરિવહનને 100 ટકા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતમાં રૂપાંતરિત કરવાની સ્કી યોજના પર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં મહારાષ્ટ્રમાં અનેક જગ્યાઓ પર ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ છે, જેની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટરથી ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Related posts

છૂટક ફુગાવો ૮ વર્ષની ટોચે પહોંચ્‍યા બાદ એપ્રિલ ૨૦૨૨માં જથ્‍થાબંધ ફુગાવાએ પણ નવો રેકોર્ડ બનાવ્‍યો હતો.

Ahmedabad Samay

ઘર વપરાશના ખર્ચમાં થશે વધારો,બાથ અને લોન્ડ્રી સાબુ, ડિટર્જન્ટ અને અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો

Ahmedabad Samay

ચોરમાં માણસાઈ જાગી, નેતાઓમાં ક્યારે, ચોર ને ખબર પડી કે કોરોના વેકસીન છે તો માફી માંગી વેકસીન પરત કરી

Ahmedabad Samay

સમગ્ર દેશના મોસમમાં મોટો ફેરફાર થવાના સંકેતો,ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી

Ahmedabad Samay

ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર માર્કેટ અને મેડિકલોમાં આજ થી ઉપલબ્ધ

Ahmedabad Samay

જમ્મુ એરપોર્ટ પર હુમલા બાદ ભારત-નેપાળ બોર્ડર પર આઠ ડ્રોન મળી આવતાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો