બિહાર વિધાનસભામાં નવા ધારાસભ્યોના શપથ દરમિયાન ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના ધારાસભ્ય અખ્તરૂલ ઇમાને હિન્દુસ્તાન શબ્દ બોલવાથી ઇનકાર કરી દીધો. તેમનું કહેવું હતુ કે હિન્દી, અંગ્રેજી, મૈથિલી, સંસ્કૃત વર્તમાન શપથ પત્રમાં ભારત શબ્દ લખ્યો છે, તો ઉર્દુમાં હિન્દુસ્તાન કેમ લખવામાં આવ્યું છે. અક્તરૂલ ઇમાનના વાંધા બાદ પ્રોટેમ સ્પીકર જીતન રામ માંઝીએ તેમને ભારત શબ્દ બોલીને જ શપથ લેવાની પરવાનગી આપી દીધી. આ મુદ્દાને એઆઈએમઆઈએમના ધારાસભ્યએ ઉઠાવ્યો હતો માટે બીજેપીએ આને તરત જ ઝડપી લીધો.
બીજેપીના ધારાસભ્ય નીરજ કુમાર બબલૂએ તાત્કાલિક સલાહ આપી દીધી કે જે લોકોને હિન્દુસ્તાન શબ્દ બોલવાથી વાંધો છે તેઓ તાત્કાલિક પાકિસ્તાન જતા રહે. જોકે જેડીયૂ ધારાસભ્ય મદન સહનીએ ફક્ત ચર્ચામાં રહેવા માટે ઉઠાવવામાં આવેલી વાત ગણાવી. તેણે કહ્યું કે, હિન્દુસ્તાન શબ્દની સાથે જ શપથ લેવામાં આવી હોત તો યોગ્ય રહ્યું હતુ. મામલો ઊંચકાતા એઆઈએમઆઈએમ ધારાસભ્ય અખ્તરૂલ ઈમાને કહ્યું કે, આપણા દેશના સંવિધાનમાં ભારત શબ્દનો ઉલ્લેખ છે,