ગુરુવારથી અમીરાત- દુબઈથી ભારતીઓને પરત લાવવાનુ શરૂ થશે, દુબઈ થી ભારત આવવા કુલ ૧,૯૮,૦૦૦ નામ નોંધાવ્યા છે.
ગુરુવારે પ્રથમ બે ફ્લાઈટમાં કેરળના લોકોને સૌપ્રથમ લાવવામાં આવશે.ત્યારબાદ દરરોજ ફ્લાઇટ દ્વારા ભારતીયોને પરત લાવવાનું કામ ચાલુ રહેશે. આ માટે ટીકીટની રકમ યાત્રી એ પોતે ચુકવવાની રહેશે. સૌપ્રથમ માંદગીવાળા, મોટી ઉંમરના તથા વિઝાની મુદત પૂરી થતાં લોકોને પ્રાયોરિટી અપાશે. ભારતીય લોકોને વિનામૂલ્યે અથવા વધુમાં વધુ ડિસ્કાઉન્ટ આપવા ત્યાંના એસોસિએશન દ્વારા ભારત પાસે માગણી કરી છે.