August 7, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક પરથી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

વિધાનસભા ચૂંટણીમાં દરેક પાર્ટી દ્વારા દરેક વિધાનસભા સીટ પરથી પોત પોતાના કેન્ડીડેટના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે, તેવામાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા ઠક્કરનગર વિધાનસભા માંથી યુવા ચહેરાને ઉતારવામાં આવ્યા છે, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી તરફથી શ્રી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. હિતેન્દ્રભાઇ પટેલ પાર્ટીના યુવા કાર્યકર્તા છે, હિતેન્દ્રભાઇ એક કાર્યકર સાથે સાથે એક ઉમદા અને સેવાભાવિ વ્યક્તિત્વ ધરાવે છે.

અમદાવાદ સમયની સાથેની ખાસ મુલાકાતમાં તેમને જણાવ્યું હતું કે હાલ દેશના તમામ નાગરિકો કર્જમાં ડૂબેલા છે ખેડૂતોની હાલત નબળી છે. આમ નાગરિકોનો મોંઘવારીના કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે, વિદ્યાર્થીઓ જેમતેમ કરીને અભ્યાસ પૂર્ણ કરે છે પરંતુ તેમની આ મેહનતનો યોગ્ય ફળ મળતો નથી દેશમાં અને રાજ્યમાં બેરોજગારી ફેલાઇ છે. જો અમારી પાર્ટી આવશે તો અમે ખેડૂતો માટે બની શકે તેટલી મદદ કરીશું, યુવાનો, ખેડૂતો, સ્ત્રીઓ અને વૃદ્ધઓ માટે વિવિધ પ્રકારની યોજના લાવી શુ, અમારી પાર્ટી આમ જનતા માટે છે,

અમારી પાર્ટી “ ટુ ધ પીપલ ફોર ધ પીપલ” વાળી વિચાર ધારા ધરાવતી પાર્ટી છે. અમે ચોક્કસ પણે આ ચૂંટણી લડી બતાવીશું અને જનતાને ભાજપના તાનાશાહી રાજ માંથી મુક્તિ અપાવીશુ, જય હિન્દ

Related posts

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

admin

ચંદ્રની વધુ નજીક આવશે ચંદ્રયાન-3, આજે થશે વિક્રમ લેન્ડરનું ડી-ઓર્બિટિંગ; 4 દિવસ પછી ઈસરો રચશે ઈતિહાસ

Ahmedabad Samay

મેઘાણીનગરના કેશવબાગમાં થઇ ધોળા દિવસે ચેન સ્નેચિંગ

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્રમાં ફફડાટ

Ahmedabad Samay

બોલીવુડ ઉપર આવ વખતે મરાઠી ફિલ્‍મોનો ખતરો.

Ahmedabad Samay

અમદાવાદમાં આજથી વરસાદી માહોલ જામવાની શક્યતા, 7 દિવસ ઝાપટા જોવા મળશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો