સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ઇન્ટરનેશનલ મેન્સ ડે નિમિતે મેન્સ ડે ઉજવણી કાર્યક્રમ યોજવામા આવ્યો હતો,
કાર્યક્રમમા સંસ્થાના સભ્યો દ્વારા પુરુષોના દેશ અને સમાજ માટેના મહત્વપુર્ણ યોગદાન બદલ સામાન્ય માણસ જેમકે સિક્યુરીટી ગાર્ડ એમ્બ્યુલન્સ ડ્રાઈવર પોલીસ ફાયર બ્રિગેડના પુરુષ કર્મચારીઓને ગૌરવ મેડલ અને સોશ્યિલ વોરિયર સર્ટિફિકેટ આપવામા આવ્યુ હતુ તેમજ ગરીબ લોકોને ફૂડ પેકેટ્સનુ વિતરણ કરવામા આવ્યુ હતુ,
તેમજ જાહેર જનતા પાસેથી મેન્સડે નિમિતે પક્ષપાતી કાયદા વિષે ઓપિનિયન પૉલ પણ કર્યો હતો, દેશમા જે પ્રમાણે વુમન કમિશન, એનિમલ કમિશન, ટ્રી કમિશન છે તે પ્રમાણે ભારત દેશમા પુરુષો માટે પણ પુરુષ આયોગ બનાવવામા આવે તેવી મેન્સ ડે નિમિત્તે માંગણી કરવામા આવી હતી, સમાનતા ફાઉન્ડેશન દ્વારા આજકાલ પુરુષો સાથે થતા અન્યાને રોકવામા માટેના પ્રયાસ કરવામા આવતા હોય છે