September 21, 2026
ગુજરાત

કોરોનાના વધતા કેસને ધ્‍યાનમાં રાખી આવતીકાલે કોવિડના આકરા નિયંત્રણો અને નવી ગાઇડલાઇન્‍સ બહાર પાડે તેવી શક્‍યતા

ગુજરાત સરકાર કોરોનાના વધતા કેસને ધ્‍યાનમાં રાખી આવતીકાલે કોવિડના આકરા નિયંત્રણો અને નવી ગાઇડલાઇન્‍સ બહાર પાડે તેવી શક્‍યતા છે.

રાજ્‍ય સરકાર જે નવા નિયમો બહાર પાડશે તેમાં આકરા સોશ્‍યલ ડિસ્‍ટેન્‍સીંગના નિયમો, પ્રાઇવેટ ઓફિસના સ્‍ટાફની ગાઇડલાઇન્‍સ, રેસ્‍ટોરન્‍ટ અને હોટલ, જીમ, ક્‍લબ, કોચિંગ ક્‍લાસિસ, રીટેઇલ દુકાનો વગેરે માટેના નવા ટાઇમીંગ એટલે કે નવા સમયની જાહેરાત કરે તેવી શક્‍યતા છે.

જો કોરોનાનો વિસ્‍ફોટ થાય તો વિકેન્‍ડ કર્ફયુ પણ વિચારણા હેઠળ હોવાનું ટોચના વર્તુળો જણાવી રહ્યા છે. રાજ્‍યના મહાનગરોમાં રાત્રિ કર્ફયુ સહિતના કેટલાક કડક નિયમો લાગુ થાય તેવી શક્‍યતા છે. રાત્રિ કર્ફયુ ૧૧ને બદલે ૯થી અમલી બને તેવી પણ શક્‍યતા છે. એટલુ જ નહીં, લારી-ગલ્લા, શોપિંગ કોમ્‍પલેક્ષ-દુકાનો વગેરે ૮ કે ૯ વાગ્‍યા સુધી જ ચાલુ રાખવાની મંજૂરી મળે તેવી શક્‍યતા છે.

હાલ રાત્રિના ૧૧થી સવારના ૫ વાગ્‍યા સુધીનો કર્ફયુ છે. સરકાર નવી એસઓપી બનાવી રહી છે. રાજયમાં કોરોના તેજ ગતિથી વધી રહ્યો છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઇને રાજય સરકારે કોરોનાની સ્‍થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્‍ચસ્‍તરીય બેઠક બોલાવી છે. મુખ્‍ય સચિવની અધ્‍યક્ષતામાં બેઠક બોલાવી છે  જેમાં કોરોનાને કાબૂમાં લેવા માટે શું કરવુ તે અંગે તમામ પાસાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

New up 01

Related posts

અનલોક -૦૫ માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

Ahmedabad Samay

રાહત દરે અને ગુણવત્તાયુક્ત સંભાળ આપવા માટે જીસીએસ હોસ્પિટલને એવોર્ડ એનાયત કરાયું

Ahmedabad Samay

મંત્રી શ્રી પ્રદીપ પરમારે વિદ્યાર્થીઓ અને અનુસૂચિત જાતિના લોકો માટે વિવિધ લાભો મોટા લાભદાયક ફેરફાર કર્યા.

Ahmedabad Samay

અમદાવાદ: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ ન જોવા લોકોને ધમકી, ‘ઘરમાં રહો સુરક્ષિત રહો’નો મેસેજ ફરતા ફફડાટ, નમો સ્ટેડિયમ પર સુરક્ષા વધારાઈ

Ahmedabad Samay

પંચાણું વર્ષ ની ઉંમર ના હેમકુંવર બા કોરોના ને માત આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો