August 7, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા, શુ હાર્દિક પટેલ જીતશે ? શુ પટેલ સમાજ હાર્દિકનો આપશે સાથ

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇને વીરમગામ બેઠક ઉપર ટિકીટ મેળવી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા છે. “જે સમાજનો ના થયો એ શું વિરમગામનો થશે ખરો ?”, તેવા લખાણ સાથેના ઓસ્‍ટર થી રાજકીય ગરમાવો આવ્‍યો છે. ચૂંટણીના આખરી સમયે આ પ્રકારના પોસ્ટરોને કારણે હાર્દિક પટેલને કોઇ નુકશાન થાય છે કે નહિ તે તો મતગણતરી બાદ જ સામે આવશે

રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ ગતસાંજે શાંત થયા છે. તેવામાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇને વિરમગામ બેઠક પરથી ટીકીટ મેળવનારા હાર્દિક પટેલના વિરૂદ્ધમાં પોસ્ટરો લાગ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. મતદાન પહેલાના આખરી સમયે આ પ્રકારના પોસ્ટરોને કારણે હાર્દિક પટેલને કોઇ નુકશાન થાય છે કે નહિ તે તો મતગણતરી બાદ જ સામે આવશે.

તાજેતરમાં ભાજપમાં જોડાઇને વિરમગામની ટીકીટ મેળનારા હાર્દિક પટેલ વિરૂદ્ધમાં પાટીદાર અમાનત આંદોલન સમિતિના નામે પોસ્ટ લગાડવામાં આવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પોસ્ટરમાં ગમે તે જીતે હાર્દિક હારવો જોઇએ, હાર્દિક જાય છે, અને જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો ?? તેમ લખવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મતદાન પહેલા છેલ્લી ઘડીએ હાર્દિક પટેલ વિરૂદ્ધમાં લગાડવામાં આવેલા પોસ્ટરને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ પોસ્ટરોને કારણે હાર્દિક પટેલને કોઇ નુશકાન થાય છે કે નહિ તે તો આવનાર સમય બતાવશે. પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે હાર્દિક પટેલને હરાવવાના પ્રયાસો છેલ્લી ઘડી સુધી કરવામાં આવી રહ્યા હોવાનું આ ઘટના પરથી ફલિત થાય છે.

Related posts

કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવા પર સરકાર પર અર્જુન મોઢવાડીયા એ સવાલ ઉઠાવ્યા, જ્યારે સુપર સ્પ્રેડર તરીકે તમામ પક્ષના નેતા આવી જાય છે

Ahmedabad Samay

રિલીફ રોડ પર આવેલા આકાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રેડીમેઈડ ગારમેન્ટ બનાવતી દુકાનમાં લાગી આગ

Ahmedabad Samay

શું ઇન્ડિયા એલાયસ્ન પણ સરકાર બનાવવાની શક્યતા છે

Ahmedabad Samay

૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને અને ૩ ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તે લોકોને ટિકિટ નહીં : સી.આર. પાટીલ

Ahmedabad Samay

અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેખોફ,ચાલુ ગાડીમાં બંદૂક બતાવતો વધુ એક વીડિયો થયો વાયરલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો