September 23, 2026
દેશ

પતંજલિ એ શોધી કોરોના ને હરવાની દવા, પતંજલિ એ લોન્ચ કરી કોરોનીલ દવા,

યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ કંપનીનો દાવો છે કે તેઓએ આ મહામારીને  માત આપવાની દવા તૈયાર કરી લીધી છે. આજે પત્રકાર પરીષદને સંબોધીને બાબા રામદેવે કહ્યું કે, વિશ્વ આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું કે કોરોનાની  કોઇ દવાની  શોધ કરવામાં આવે પરંતુ આજે અમને ગર્વ છે કે કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવા અમે તૈયાર કરી લીધી છે. આ આયુર્વેદિક દવાનું નામ ‘કોરોનિલ’ છે

જેમાં અમે કલીનિકલ કંટ્રોલનું પરીક્ષણ કર્યું. અંદાજે સો લોકો પર તેનું ટેસ્ટ કરવામાં આવ્યું. ત્રણ દિવસની અંદર ૬૫ ટકા દર્દીઓ પોઝીટીવમાંથી નેગેટીવ થયા. યોગગુરૂ  રામદેવે કહ્યું કે, સાત દિવસમાં સો લોકો સ્વસ્થ થયા છે. અમે સંપૂર્ણ રીતે પરીક્ષણ કરીને તેને તૈયાર કરી છે. અમારી દવાનો સો ટકા રીકવરી રેટ છે અને શૂન્ય  ટકા ડેથરેટ છે. રામદેવે કહ્યું કે, ભલે લોકો અમારા આ દાવા પર પ્રશ્નો ઉભા કરે પરંતુ અમારી પાસે દરેક સવાલના જવાબ છે. અમે દરેક વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.

આ દવા બનાવામાં ફકત દેશી સામાનનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલૈઠી, કાઠા સહિત અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ગિલોથ, અશ્વગંધા, તુલસી, શ્વાસરિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

બાબા રામદેવે હરિદ્વારમાં કોરોનિલ દવાની લોન્ચિંગ કરી. આ મોકા પર બાબા રામદેવે કહ્યું કે, દવાની અમે બે વાર  ટ્રાયલ કરી હતી. પ્રથમ કિલનિકલ કંટ્રોલ સ્ટડી, બીજી કિલનિકલ કંટ્રોલ ટ્રાયલ. પહેલા ૧૦૦ લોકો પર કિલનિકલ કંટ્રોલ ટ્રાયલ  સ્ટડી કરવામા આવી. ૩ દિવસની અંદર ૬૯ ટકા દર્દીઓ સાજા થયા. સાત દિવસની અંદર સો ટકા દર્દીઓ સાજા થયા. દવાનો રિકવરી રેટ  ૧૦૦% છે અને ડેથરેટ  ૦% છે.

 

Related posts

ગણેશોત્‍સવ દરમિયાન કુલ પાંચ કરોડ સોળ લાખ રૂપિયા (૫,૧૬,૦૦,૦૦૦)નું રોકડ દાન લાલબાગના રાજાના ચરણોમાં કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

રક્ષા મંત્રી રાજનાથ સિંહના એલઓસી પાર કરવાના નિવેદનથી ભડક્યું પાકિસ્તાન, આપી આ પ્રતિક્રિયા

Ahmedabad Samay

ઘર વપરાશના ખર્ચમાં થશે વધારો,બાથ અને લોન્ડ્રી સાબુ, ડિટર્જન્ટ અને અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો

Ahmedabad Samay

સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું મુંબઈ ખાતે સારવાર સમયે થયું નિધન

Ahmedabad Samay

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સ્વાસ્થ્ય ખરાબ હોવાના કારણે પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું

Ahmedabad Samay

ડ્રોન દ્વારા રસી પહોંચાડવા માટે ટ્રાયલ રન શરૂ કરનાર તેલંગણા દેશનું પ્રથમ રાજય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો