August 9, 2026
ગુજરાતતાજા સમાચાર

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને “પઠાણ” ફિલ્મને પ્રસારિત થતા રોકવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા અમદાવાદ કલેકટર શ્રી ને પઠાણ ફિલ્મને પ્રસારિત થતા રોકવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું, આવેદનપત્ર આપતા ગુજરાત અધ્યક્ષ વિનય શર્માએ જણાવ્યું હતું કે,

હાલમાં આપના દેશમાં હિન્દૂ ધર્મને લઈ અવારનવાર વિધર્મીઓ દ્વારા ફિલ્મોના માધ્યમથી હિન્દૂ ધર્મનો અને ઇતિહાસનો વારંવાર અપમાન કરવામાં આવતો હોય છે, હાલમાં શાહરૂપખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ “ પઠાણ” માં દીપિકા પાદુકોણ દ્વારા “બેશર્મ રંગ” ગીતમાં પોતાના પ્રાઇવેટ પાર્ટને ઢાંકવા માટે ભગવા રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે , ભગવો રંગ હિન્દૂ ધર્મનો પ્રતીક છે અને તેનો વિશેષ માન સન્માન છે . અખિલ વિશ્વ હિન્દૂ એકતા મંચ દ્વારા આવા વિધર્મીય ઓ દ્વારા હિન્દૂ ધર્મના માનસન્માન ને ઠેસ પહોંચે તે ચલાવી લેવામાં નહિ આવે,

આ અર્થે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ગત રોજ ૨૨/૧૨/૨૦૨૨ ગુરુવારના રોજ અમદાવાદના કલેકટર શ્રી ને આ ફિલ્મને પ્રસારિત થતા રોકવા માટે આવેદનપત્ર આપવામાં આવશે અને અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે,
જો આ ફિલ્મને પ્રસારિત થતા રોકવામાં નહિ આવે તો અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના કટર હિન્દુવાદી વિચારધારા ધરાવતા હિન્દૂ યોદ્ધાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

Related posts

જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની થઇ શકે છે ધરપકડ

Ahmedabad Samay

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, પરિવારજનોમાં ખુશીનો માહોલ.

Ahmedabad Samay

હલ્‍દવાનીમાં થયેલી હિંસા પર ડીએમ વંદના સિંહે મોટો ખુલાસો, પોલીસ સ્‍ટેશનની અંદર પોલીસકર્મીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

ગુજરાત સરકારે જાહેરનામુ પાડ્યુ બહાર, દિવાળી દરમિયાન રાત્રે ૦૮ થી ૧૦ કલાકે

Ahmedabad Samay

ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણીની બહુચરાજીમાં આજે જન આક્રોશ યાત્રાની પૂર્ણાહુતિ થઈ,જીગ્નેશ મેવાણી વધુ એક મોટા વિવાદમાં સપડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો