September 22, 2026
અપરાધગુજરાત

કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે જાહેર રોડ પર થયેલી હત્યાના કેસમાં બે આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે જાહેર રોડ પર થયેલી હત્યાના કેસમાં બે આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.અગાઉની જમવા બાબતની તકરારમાં હત્યા કરી હોવાનુ કબુલાત કર્યુ છે

કાલુપુર પાંચકુવા પાસે જાહેરમાં તલવાર વડે યુવકની હત્યા કરનારા બે આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. જેમાં કાળા બુરખામાં રહેલા સાદ્દીકહુસેન મોમીન અને લીયાકતઅલી મોમીન તલવાર જેવા તીક્ષણ હથિયાર વડે સોમવારે જાહેર રોડ પર સાબાન હુસેનની હત્યા કરી હતી.હત્યારા આરોપીઓ ફરાર થઇ ગયા હતા જેમને ક્રાઇમ બ્રાંચે લાંભા નજીકથી બન્નેની ધરપકડ કરી છે.

વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા મૃતક સાબાન હુસેન મોમીન નામના યુવકને લગ્ન પ્રસંગમાં જમવાનું લાઇનમાં આપવા બાબતે થયેલ બોલાચાલી અને ઝઘડાની અદાવત રાખીને ચાર લોકોએ હત્યા કરી હતી.જે અંગે મોહંમ્મદ ફૈઝાન મોમીનએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદીના બહેનના લગ્ન હોવાથી લગ્ન પ્રસંગમાં સાદિક હુસૈન, રફીક હુસૈન, અને લિયાકત હુસૈન નામના વ્યક્તિઓ પણ જમણવારમાં આવેલા હતા.

આ વખતે લિયાકત હુસૈન એ ફરિયાદીના ભાઈ નાઝીમ ઉર્ફે ઝીંગો શેખનાને લાઈનમાં જમવાનું આપ તેમ કહીને ગાળ બોલતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલ હોવાથી ફરિયાદીએ વચ્ચે પડતા તેની સાથે પણ બોલાચાલી ઝઘડો કર્યો હતો.તે ઝઘડાની અદાવત રાખીને સાદીક હુસેન, રફીક હુસેન, લિયાકત હુસેન તથા નાસીર હુસેનના ભેગા મળીને ફરિયાદી જ્યારે ઓટો રિક્ષામાં કાશીમ હુસૈન તથા સાબાન હુસૈન ને રિક્ષામાં બેસાડીને સારંગપુર સિંધી માર્કેટ ખાતે પહોંચ્યો હતો

આ દરમિયાન એક ઓટો રીક્ષા ચાલકે તેમની રીક્ષાની ઓવરટેક કરવાની કોશિશ કરી હતી. જો કે તેમણે રીક્ષા ઉભી ના રાખતા આરોપીઓએ રીક્ષા પર તલવાર વડે ઘા માર્યા હતા.

જેથી ત્રણેય રીક્ષામાંથી ભાગવા જતા સાહીત હુસૈન તથા લિયાકત હુસૈને તલવાર ચપ્પા તેમજ સળિયા વડે પાછળ આવીને સાબાન હુસેન તથા કાશી હુસેન પર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં સારવાર દરમિયાન સાબાન હુસેન નું મૃત્યુ નિપજ્યું હતું..જે કેસમાં હત્યા કરનાર આરોપી સાથે અન્ય બે આરોપી મદદ કરનાર હજી ફરાર છે.જો કે આરોપી પોલીસ પકડમા ના આવે તે માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં નાસતા ફરતા હતા

Related posts

ધૈર્યરાજસિંહને આજે 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ, ગુજરાતના સેવાભાવીઓ ની મેહનત રંગલાવી

Ahmedabad Samay

ગુમથયેલ છે.

Ahmedabad Samay

ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSI ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

હવે ગાંધીના ગુજરાતમાં મળશે દારૂ, ગીફ્ટ સિટીમાં દારુની પરવાનગી આપવામાં આવી

Ahmedabad Samay

દૂધ – તેલ – ઘી – અનાજ – કઠોળ – શાકભાજી – મસાલા સહિતની બધી ચીજો મોંઘી થઇ

Ahmedabad Samay

અમદાવાદ – અકસ્માત જોવા ગયેલા પીજીના યુવાનો ખુદ અકસ્માતનો ભોગ બન્યા, બે કલાક સુધી મૃતદેહો પડ્યા રહ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો