August 8, 2026
ગુજરાત

બ્રિટન: એક ગ્રાહક માત્ર બે ટામેટાં અને બે કાકડી જ ખરીદી શકશે, શાકભાજી પર લાગી લિમિટ

બ્રિટનની અર્થવ્યવસ્થા આ દિવસોમાં મંદીમાંથી પસાર થઈ રહી છે. આ દરમિયાન બ્રિટનમાં ખાદ્ય કટોકટી પણ સર્જાઈ છે. જેના કારણે ફળો અને શાકભાજીનું રેશનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ રેશનિંગ બ્રિટનની બે સૌથી મોટી સુપરમાર્કેટ – મોરિસન્સ અને એસડા દ્વારા લાગુ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ટામેટા, બટેટા, કાકડી, મરચું અને બ્રોકોલી જેવી જલ્દી ખરાબ થઈ જતી વસ્તુઓની ખરીદી પર પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. દરેક ગ્રાહક આમાંથી માત્ર બે કે ત્રણ જ વસ્તુઓ ખરીદી શકે છે, વધુ નહીં.

એક ગ્રાહક માત્ર બે ટામેટાં અને બે કાકડી જ ખરીદી શકે 

દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકામાં સુપરમાર્કેટનો પુરવઠો ખોરવાયા બાદ બ્રિટન શાકભાજી, ખાસ કરીને ટામેટાંની અછતનો સામનો કરી રહ્યું છે. જેના કારણે બે મોટા વિક્રેતાઓએ ગ્રાહકોની ખરીદી પર મર્યાદા લગાવી દીધી છે. બ્રિટનની ત્રીજી સૌથી મોટી કરિયાણાની કંપની એસ્ડાએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે ટામેટાં, મરચા, કાકડી, લેટસ, બ્રોકોલી, ફલાવર અને રાસબેરીની ખરીદી પર કામચલાઉ લિમિટ લગાવી દીધી છે. દરેક ગ્રાહક આમાંથી માત્ર ત્રણ વસ્તુઓ ખરીદી શકે છે, વધુ નહીં.

એસડાના પ્રવક્તાએ કહ્યું: “અન્ય સુપરમાર્કેટ્સની જેમ અમે દક્ષિણ સ્પેન અને ઉત્તર આફ્રિકામાં ઉગાડવામાં આવતા કેટલાક ઉત્પાદનો પર સોર્સિંગ પડકારોનો સામનો કરી રહ્યા છીએ.” દરમિયાન, હરીફ મોરિસન્સે જણાવ્યું કે તે બુધવારથી ટામેટાં, કાકડી, લેટસ અને મરચા પર ગ્રાહક દીઠ બે-વસ્તુની મર્યાદા લાદશે. કંપનીએ કહ્યું કે ખરાબ હવામાનને કારણે દક્ષિણ યુરોપ અને ઉત્તર આફ્રિકામાં ઘણા પાકની લણણી પર અસર પડી છે. બ્રિટનના સુપરમાર્કેટમાં શાકભાજીના ખાલી રેકની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

95 ટકા ટામેટાંની નિકાસ કરે છે બ્રિટન 

BRC ફૂડ એન્ડ સસ્ટેનેબિલિટી ડિરેક્ટર એન્ડ્રુ ઓપીએ કહ્યું: “આ સમસ્યા થોડા અઠવાડિયા સુધી ચાલવાની અપેક્ષા છે. સુપરમાર્કેટ પુરવઠા શૃંખલાના મુદ્દાઓનું સંચાલન કરવામાં માહિર છે અને ગ્રાહકો સુધી તાજા ઉત્પાદનોની વિશાળ શ્રેણી લાવવા માટે ખેડૂતો સાથે કામ કરી રહ્યા છે.” દરમિયાન, કરિયાણાના વેપારીઓનું કહેવું છે કે બ્રિટન અને નેધરલેન્ડ્સમાં ઉંચા ઉર્જા ખર્ચને કારણે શિયાળાના ઉત્પાદનમાં ઘટાડો થવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. બીઆરસીના આંકડાઓ અનુસાર, બ્રિટન સામાન્ય રીતે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન તેના 95% ટામેટાં અને 90% લેટસની આયાત કરે છે.

બ્રિટન ખાસ કરીને સ્પેન પર નિર્ભર છે. મોરોક્કોએ આ મહિનાની શરૂઆતમાં સ્થાનિક ભાવ ઘટાડવા અને યુરોપમાં નિકાસ કરવા માટે પશ્ચિમ આફ્રિકન દેશોમાં ટામેટાં, ડુંગળી અને બટાકાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Related posts

અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા ધૈર્યરાજસિંહને જીવન મળી રહે માટે મુહિમ ચલાવાઈ

Ahmedabad Samay

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

Ahmedabad Samay

‘મોદી સામે મમતાને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ’: શત્રુઘ્ન સિંહા

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ધોરણ -૧૦ ના રીપિટર વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત

Ahmedabad Samay

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા ની ૩૮ મી જન્મ જ્યંતી પર આજે સ્મારક બનાવવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો