મોરબીના જીઆઈડીસીમાંથી દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા
મોરબી શહેરના જીઆઈડીસી વિસ્તારમાં કારખાના પાછળથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લઈને ઈંગ્લીશ દારૂનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા જીઆઈડીસીમાં એસ.આર પેકેજીંગ કારખાના પાછળ અમુક ઈસમો ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જેમાં સ્થળ પરથી પોલીસે આરોપી પાર્થ ગૌતમભાઈ મહેતા રહે મોરબી શકત શનાળા, મયુરભાઈ પ્રેમજીભાઈ સોલંકી રહે મોરબી નાની વાવડી ગામ અને ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા રહે વાવડી રોડ મારૂતિનગર ૧ મોરબી વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૪ કીમત રૂ ૧૦,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો
તો અન્ય આરોપી ઋષિરાજસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા રહે મોરબી વાવડી રોડ કારિયા સોસાયટી વાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી શહેરના જીઆઈડીસી વિસ્તારમાં કારખાના પાછળથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લઈને ઈંગ્લીશ દારૂનો મુદામાલ જપ્ત કર્યો છે