આજ રોજ દેશભરમાં હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે , ઠેરઠેર સોસાયટી અને ફ્લેટના આંગણે હોલિકા દહન કરવામાં આવી રહ્યું છે. તેવામાં દર વર્ષના જેમ આ વર્ષે પણ નરોડા સ્થિત શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા પણ વિધિવત રીતે ગાયના છાણા,તલ, કપૂર, લાકડા અને અન્ય પૂજા સામગ્રી સાથે હોલિકા બનાવી તેને મુહૂર્ત પ્રમાણે પ્રગટાવી ફ્લેટના રહીશો દ્વારા હળીમળીને હર્ષોલ્લાસથી પૂજા અર્ચના કરવામાં આવી અને તહેવારની ઉજવણી કરવામાં આવી