September 22, 2026
અપરાધ

ફરી ઝડપાયું ડ્રગ્સ – એટીએસ અને કોસ્ટગાર્ડે અરબી સમુદ્રના મધદરીએ પાર પાડ્યું ઓપરેશન

એટીએસ અને કોસ્ટગાર્ડે અરબી સમુદ્રના મધદરીયેથી 61 કિલોનું 425 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડી ફરી એકવાર ડ્રગ્સની ઘૂષણખોરી રોકી છે. ઓખાના દરિયા કિનારેથી 340 કિલોમીટર દૂર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

ગુજરાતના સીમાઓમાં ડ્રગ્સ લઈને આવતા પેડલરોને ધરદબોચી લેવામાં આવી રહ્યા છે. ત્યારે મસમોટા ઓપરેશનો પાર પડાયા છે. ત્યારે ફરી એકવાર આ પ્રકારે બોટમાંથી ડ્રગ્સ સાથે 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી છે. ભારતીય કોસ્ટગાર્ડને સિક્રેટ માહિતી મળી હતી. જેથી આ ઓપરેશન  એટીએસ સાથે મળીને સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

જ્યારે બાતમી મળી ત્યારે ટીમ રવાના થઈ હતી અને પેટ્રોલિંગ ચાલું રાખ્યું હતું. આ દરમિયાન અરબી સમૂદ્રમાં મદ દરિયે બોટની હિલચાલ નજરે પડી હતી. શંકાસ્પદ બોટ નજરે પડતા ત્યાં જઈને તપાસ તેજ કરાઈ હતી. જેમાં કાર્યવાહી કરાઈ હતી. ક્રૂના પાંચ મેમ્બરનું શંકાસ્પદ વર્તન પણ જણાયું હતું જેથી આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવ્યું હતું અને બોટમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર 61 કિલોનું હેરોઈન 425 કરોડનું જપ્ત કરવામાં આવ્યું હતું.

વારંવાર દરીયાઈ વિસ્તારમાંથી આ પ્રકારે ડ્રગ્સની હેરાફેરી કરતા લોકોને ઝડપી કાર્યવાહી તેજ કરાઈ છે. ઘણા સમયથી આ ઓપરેશનની  અંદર કરોડો રુપિયાના ડ્ર્ગ્સને ગુજરાતમાં ધુસાડતા પહેલા કાર્યવાહી કરાઈ રહી છે. છેલ્લા 18 મહિનામાં 2335 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.

Related posts

નાગા સાધુ ના વેશમાં ફરતી લૂંટારૂ ગેંગ ઝડપાઇ

Ahmedabad Samay

AMC દ્વારા 35 ગેમિંગ ઝોન પૈકી 1 ગેમિંગ ઝોન અને 1257 હોસ્પિટલ પૈકી 9 હોસ્પિટલ સીલ કરાયા

Ahmedabad Samay

પ.બંગાળમાં TMC ની જીતબાદ હિંસક ઘટનાઓ બની, કપડાંની દુકાનમાં લૂંટ,ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો,૯ ની હત્યા

Ahmedabad Samay

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

જૈશે- ઉલ- હિંદે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની સામે થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી

Ahmedabad Samay

કચ્છ: ડ્રગ્સ હેરાફેરીના કેસમાં આજે ગુજરાત ATS ભુજ કોર્ટમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને રજૂ કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો