કર્ણાવતી પગરખા ખાતે નોકરી કરતા,વાડજ ખાતે રહેતા રજનીશ વધોરા ને કર્ણાવતી પગરખામાં ધંધો કરતા વેપારીએ અંગત અદાવતમાં માર માર્યું,
આ અંગે રજનીશભાઇએ વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે તા-૧૪/૧૦/૨૦૨૫ રોજ રાત્રીના આશરે અગીયારેક વાગ્યાની આસપાસ હુ મારી રેગ્યુલર સમય પ્રમાણે નોકરી પુરી કરી જમી પરવારી સુઈ ગયેલ હતો બાદ તા-૧૫/૧૦/૨૦૨૫ના આશરે સ.કલાક ૦૧/૧૫ વાગ્યાની આસપાસ હુ સિગરેટ પીવા માટે નિચે આવેલ,
તે દરમ્યાન પરેશ ચાવડા જે સાગર મકવાણનો કારીગર કર્ણાવતી પગરખાના મેઇન દરવાજાની આગળ ફુટપાથ આગળ આવી મને કહેલ કે તારે કંઇ લેવુ છે તેમ જણાવતા મે ના પાડેલ ત્યારબાદ ત્યાં અશ્વીન ડાંગર કે જે અમારા કર્ણાવતી પગરખા બજારમા દુકાન નં-૧૬ ધરાવે છે તેણે મને કહેલ કે મને લાઇટર આપ જેથી મે કહેલ કે મારી પાસે નથી તેમ જણાવતા અશ્વિન ત્યાંથી જતો રહેલ હતો,
હુ કર્ણાવતી પગરખાના મેઇન દરવાજાની આગળ ફુટપાથ ઉપર બેસેલ હતો ત્યારે સાગર મકવાણા કે જે અમારા કર્ણાવતી પગરખા બજારમાં દુકાન નં-૦૪ ધરાવે છે તથા તેની સાથે એક અજાણ્યા પુરૂષ તથા સ્ત્રી આવેલ અને કર્ણાવતી પગરખાની સીડીની બાજુમાં ઉભા રહી ચર્ચા કરી થોડી વારમા ત્યાંથી જતા રહેલ,
ત્યારબાદ સાગર મકવાણા નાઓ મારી પાસે આવેલ અને મને કહેલ કે તુ મારા કારીગરની શુ વાત કરતો હતો જેથી મે કહેલ કે હુ તારા કારીગરની કંઇ વાત કરતો નથી મારે તેની સાથે કોઇ મતલબ નથી તેમ કહેતા આ સાગર મકવાણા નાઓ મારી સાથે બિભત્સ ગાળા ગાળી કરવા લાગેલ હોય જેથી તેમનો કારીગર પરેશ ચાવડા આવી ગયેલ અને પરેશ ચાવડા મને પકડી રાખેલ હોય અને સાગર મકવાણા મને ગડદા પાટુનો માર મારવા લાગેલ હોય અને પરેશ ચાવડા નાઓ પણ મને માર મારતા હોય જેથી હુ પહેલા માળે જતો રહેલ હતો અને ફરીથી થોડી વારમા નિચે આવેલ તે દરમ્યાન મને ફરી આ સાગર મકવાણા તથા પરેશ ચાવડા નાઓએ મને ખાટલામાં પાડી દિધેલ અને ફરીથી મારા મારવામાં આવ્યાયુ,
મને ધમકી આપતા કીધું કે બીજી વખત તારો વારો છે હુ તને જોઇ લઈશ તેવી ધમકીઓ આપેલ હોય જેથી હુ જે તે દિવસે ડરી ગયેલ અને આ બાબતે મારા ભાઈ રાજેશભાઇ નાઓને વાત કરતા આજરોજ તેઓની સાથે આ સાગર મકવાણા, પરેશ ચાવડા તથા અશ્વિન ડાંગર નાઓની વિરૂધ્ધ ફરીયાદ કરવા આવેલ છુ.
આ અંગે વાડજ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
