રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક મારામારીના બનાવો બનવા પામ્યા છે.ત્યારે ગઈકાલે વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે.જેમાં કાલાવડ રોડ પર આવેલા લક્ષ્મીના ઢોરા પાસે કાર પાર્ક કરવા બાબતે બે પાડોશીઓ વચ્ચે સહસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં મહિલા સહિત ત્રણને ઈજા પોહચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ યુનિવર્સિટી કોલેજના પોલીસના હોસ્પિટલે દોડી જઇ બંને પક્ષોની ફરિયાદ પરથી ત્રણ મહિલા સહિત 11 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ અંગે કાલાવડ રોડ પર આવેલા લક્ષ્મીના ઢોરા પાસે રહેતા મનોજભાઈ લાલજીભાઈ પરમારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમને આરોપીમાં તેમના પાડોશમાં રહેતા અશોક મારુ,જગદીશ રાઠોડ,રંજન રાઠોડ અને પુષ્પા મારુના નામો આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે, તેમના ઘર પાસે અશોક મારુંએ કાર પાર્ક કરી હતી જે બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થતાં જગદીશ રાઠોડરંજન રાઠોડ અને પુષ્પા મારૂ એ ધોકા પાઇપ વડે ફરિયાદી મનોજભાઈ પર હુમલો કરી માર માર્યો હતો જેમાં તેને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અને તેમની ફરિયાદ પરથી પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામેના પક્ષના પુષ્પાબેન અશોકભાઈ મારૂએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં મનોજ પરમાર,સુનિલ રાઠોડ,જીગ્નેશ રાઠોડ,દિનેશ રાઠોડ,સાવન પરમાર અને ભાવના મારું ના નામો આપ્યા હતાજેમાં તેને જણાવ્યું હતું કે,તેમના પતિએ તેમના ઘર નજીક કાર પાર્ક કરી હતી જે બાબતે તે આરોપી મનોજે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો.અને તેની સાથેના આરોપીઓએ ધોકા પાઈપ વડે પુષ્પાબેન અને તેના પતિને માર મારતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેથી પોલીસે પુષ્પાબેનની ફરિયાદ પરથી સાત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.