September 5, 2026
ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કર્યું

અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અદભુત ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના આ મંગલ ઉત્સવ પૂર્વે જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરે પરંપરાગત નેત્રોત્સવ વિધિ ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

આ ધાર્મિક મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કર્યું હતું અને ભગવાન જગન્નાથજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મનોકામના કરી હતી. આ પ્રસંગે ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ વિશેષ રૂપે હાજર રહ્યા હતા.

Related posts

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

વડાપ્રધાનનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસ, રાજકોટથી ગાંધીનગર સુધીનો આ છે કાર્યક્રમ

Ahmedabad Samay

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્રથી ધો.૩ થી ૧૦ના પુસ્તકોમાં થશે ફેરફાર

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું અયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ડ્રાઈવ, ગેરકાયદેસર પાર્કિંગ મામલે બિલ્ડીંગોને નોટિસો, રોડ પર દબાણો હટાવાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો