August 7, 2026
Other

રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-૨૦૨૩” નો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ

પવિત્ર યાત્રાધામ ચોટીલા બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ-૨૦૨૩’નો આજ રોજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ કરવામાં આવ્યો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ભારત વિશ્વભરમાં તેના ઉત્સવોની વિવિધતા માટે પ્રખ્યાત છે અને ભારતવાસીઓ અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવો અનેરા ઉમંગ, ઉત્સાહથી મનાવે છે. પરંપરાગત સંસ્કૃતિની જાળવણી અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં ઉત્સવોની ઉજવણીની ભૂમિકા સમજી રાજ્ય સરકાર દ્વારા સોમનાથ, ડાકોર, શામળાજી, ચોટીલા સહિતના ૧૧ ધાર્મિક સ્થળોએ દર વર્ષે દ્વિદિવસીય ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે તેમ જણાવતા નાયબ દંડકશ્રીએ ઉમેર્યું હતું કે આ પ્રકારની ઉજવણીથી ગુજરાતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન તો થઈ જ રહ્યું છે એ ઉપરાંત પ્રતિભાશાળી સ્થાનિક કલાકારોને પોતાના કલાકૌશલ્યનું પ્રદર્શન કરવા માટે એક સુંદર મંચ પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે. કોરોનાના કારણે મોકૂફ રહ્યા બાદ પવિત્ર ચોટીલા ધામમાં મા ચામુંડાના આશીર્વાદ તળે આ કાર્યક્રમ થઈ રહ્યો છે તેનો આનંદ વ્યક્ત કરતા તેમણે સુંદર આયોજન બદલ વહીવટી તંત્રને અભિનંદન પાઠવતા જિલ્લા વાસીઓને આ ઉત્સવ અંતર્ગત યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોને મનભરી માણવા અપીલ કરી હતી.

ચોટીલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે ચોટીલા ઉત્સવ યુવા શક્તિને પ્રોત્સાહન આપતો ઉત્સવ બની રહ્યો છે. આ ઉત્સવના માધ્યમથી કલાને જીવંત રાખવાના સરકારશ્રીના પ્રયાસને સરાહનીય ગણાવતા તેમણે ચોટીલાવાસીઓ અને જિલ્લાવાસીઓ માટે આ ઉત્સવ આનંદ અને ઉજવણીનો અનેરો અવસર બની રહેશે તેમ જણાવ્યું હતું.
ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી પી.એન.મકવાણા દ્વારા ઉપસ્થિત મહેમાનો અને ઉપસ્થિતજનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ચોટીલા નગરપાલિકા પ્રમુખ જયદીપભાઈ પરમાર, ચોટીલા મંદિરના મહંતશ્રી અમૃતગીરી બાપુ, પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, સરપંચ રઘુભાઈ, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણી, પ્રાંત અધિકારી  પ્રિયંક ગલચર સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪-૧૫થી ગીર સોમનાથ ખાતે સોમનાથ ઉત્સવ, બનાસકાંઠા ખાતે અંબાજી ઉત્સવ, દ્વારકા ખાતે દ્વારકા ઉત્સવ, ખેડામાં ડાકોર ખાતે ડાકોર ઉત્સવ, અરવલ્લીમાં શામળાજી ઉત્સવ જેવા અલગ-અલગ ૧૧ પવિત્ર યાત્રાધામો ખાતે બે દિવસનાં ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે ઉજવાતા રાજ્યકક્ષાના ચોટીલા ઉત્સવ કોરોનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી મોકૂફ રાખવામાં આવ્યો હતો.

Related posts

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ, જાણો મહાઠગની પૂર્ણ વિગત

Ahmedabad Samay

વસ્ત્રાલ રીંગરોડ ઉપર આવેલા બિ સ્ટ્રોંગ જીમમાં કસરત કરતા છુટાહાથે થઇ મારામારી

Ahmedabad Samay

GSRTC દ્વારા સરકારી એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે મેગા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

ચોકલેટ સ્વાસ્થ્ય માટે છે લાભદાયક, જાણો ચોકલેટના ફાયદા

Ahmedabad Samay

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા,અપડેટ

Ahmedabad Samay

અમદાવાદે અભૂતપૂર્વ સિદ્ધ હાંસલ કરી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા આખા શહેરની ચોકી રાખનારું અમદાવાદ દેશનું પહેલું શહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો