August 7, 2026
ગુજરાત

રાજકોટમાં ભર ઉનાળે આજી ડેમ છલોછલ: ડેમમાં ૫૦ દિવસમાં ૮૭૯ એમસીએફટી પાણી ઠલવાયું

રાજકોટની જીવાદોરી સમાજ આજી ડેમ ભર ઉનાળે છલોછલ ભરાય જવાના કારણે આજથી ડેમમાં સૌની યોજના અંતર્ગત ઠાલવવામાં આવતા નર્મદાના નીર બંધ કરી દેવામાં આવ્યા છે. ડેમમાં ૫૦ ૮૭૯ એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે, હવે મે માસમાં ૩૦૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવાશે. દરમિયાન ન્યારી ડેમમાં પણ ૧૦૧ એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે. રાજકોટવાસીઓને ચોમાસાની સીઝન સુધી નળ વાટે નિયમિત ૨૦ મીનીટ પાણી આપી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજય સરકાર પાસે સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં ૧૦૮૦ એમસીએફટી અને ન્યારી-૧ ડેમમાં ૨૭૦ એમસીએફટી નર્મદાના નીરની માંગણી કરવામાં આવી હતી. આજીમાં ફેબ્રુઆરીથી અને ન્યારીમાં મે માસથી નર્મદાનું પાણી ઠાલવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. દરમિયાન રાજય સરકાર દ્વારા ગત રરમી જાન્યુઆરીથી જ આજીમાં સૌની યોજના અંગર્તત નર્મદાનું પાણી ઠાલવવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા ૫૦ દિવસ દરમિયાન ડેમમાં ૮૭૯ એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે. ૨૯ ફુટે ઓવરફ્લો થતા આજી ડેમની સપાટી હાલ ૨૮.૨૧ ફુટે પહોંચી જવા પામી છે. ૯૧૩ એમસીએફટીની કુલ જળ સંગ્રહ શકિત સામે હાલ ડેમમાં ૮૭૦.૫૭ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ભર ઉનાળે આજી ડેમ છલોછલ ભરાય ગયા છે. આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. હવે ત્રણ માસ સુધી રાજકોટવાસીઓને જળ સંકટનો સામનો કરવો પડશે નહી. હવે બાકી રહેતું ૩૦૦ એમસીએફટી પાણી મે માસના અંતમાં ઉપાડવામાં આવશે જેથી જુન-જુલાઇમાં સંતોષકારક વરસાદ ન પડે અને જળાશયમાં પાણીની આવક ન થાય ત્યાં સુધી શહેરીજનોએ કોઇ હાડમારી વેઠવી ન પડે. બીજી તરફ આગામી દિવસોમાં જીડબલ્યુઆઇએલ દ્વારા નર્મદા કેનાલ અને પમ્પીંગ સ્ટેશન પર મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાના કારણે થોડા દિવસ નર્મદાના પાણી મળશે નહી. આવામાં રાજકોટને કોઇ તકલીફ ન પડે તે માટે સરકારી દ્વારા ન્યારી ડેમમાં પણ ૧૦૫ એમસીએફટી નર્મદાના નીર બંધ કરી દેવામાં આવ્યા છે. રપ ફુટે ઓવર ફલો થતા ન્યારી-1 ડેમની સપાટી ૧૮.૭૦ ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં ૬૩૮ એમસીએફટી પાણી સંગ્રહિત છે. રાજકોટવાસીઓને રાજય સરકાર દ્વારા મોઢે માંગ્યા નર્મદાના નીર આપવામાં આવી રહયા છે. દરમિયાન ત્રંબાના ત્રિવેણી સંગમ ખાતેથી આજી ડેમ સુધી પાઇપલાઇન બીછાવી દેવામાં આવતા મહામૂલ્ય પાણીની પણ બચત થવા પામી છે. રાજકોટની જળ જરુરીયાત સંતોષતા આજી અને ન્યારી બન્નો ડેમમાં નર્મદાના નીર હિલોળા લઇ રહ્યા છે.

Related posts

પતિથી કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Ahmedabad Samay

આઇઆઇએમ અમદાવાદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વ્યાખ્યાન યોજાશે

Ahmedabad Samay

સ્ત્રી જે કામ કરે છે તે પુરુષ ક્યારેય કરી શકતો નથી: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

Ahmedabad Samay

અમદાવાદ: 23 ખાનગી શાળાઓ બંધ થવાની સંભાવના, અપૂરતા વિદ્યાર્થીઓ બનશે કારણ

Ahmedabad Samay

AVHEM દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ ઉજવાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો