September 22, 2026
અપરાધ

સીટી બસ ફરી વિવાદમાં: દર સપ્તાહે લાખોનો દંડ ભરે છે છતાં પણ કામગીરીમાં રતિભારનો પણ સુધારો નહિ

સિટી બસ સેવામાં બસ ઓપરેટર એજન્સીને દર સપ્તાહે કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ કામગીરી રતિભારનો પણ સુધારો આવતો નથી. ગત સપ્તાહે મારૂતિ ટ્રાવેલ્સને રૂ.4.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ફેર કલેક્શન કરતી એજન્સીને રૂ.1.08 લાખનો દંડ કરવામાં આવ્યો છે. મહાપાલિકાની આંતરિક પરિવહન સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા આજે સાપ્તાહિક કામગીરીની વિગત જાહેર કરવામાં આવી છે. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સિટી બસ 1,20,736 કિલોમીટર ચાલી છે. 1,71,110 મુસાફરોએ તેનો લાભ લીધો હતો. કામમાં ક્ષતિ બદલ સિટી બસ સેવાની ઓપરેટર એજન્સી મારૂતિ ટ્રાવેલ્સને 11,885 કિલોમીટરની પેનલ્ટી મુજબ રૂ.4,15,975નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ફેર કલેક્શન કરતી એજન્સીને રૂ.108100નો દંડ ફટકારવામાં આવ્યો છે. સિટી બસમાં ગેરરિતી સબબ 9 કંડક્ટરોને ટેમ્પરરી જ્યારે બે કંડક્ટરોને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચેકીંગ દરમિયાન 21 મુસાફરો ટિકિટ વિના પકડાતા તેઓની પાસેથી રૂ.2310નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. બીઆરટીએસ સેવામાં એક્સ આર્મી અને સિક્યુરિટી પૂરા પાડતી રાજ સિક્યુરિટી સર્વિસને રૂ.2900નો દંડ કરવામાં આવ્યો છે. દર સપ્તાહે સિટી બસની ઓપરેટર એજન્સીને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. દર સપ્તાહે દંડની રકમ સતત વધતી જાય છે છતાં કામગીરીમાં કોઇપણ પ્રકારનો સુધારો આવતો નથી. બીજી તરફ કોર્પોરેશનનું તંત્ર પણ આકરી કાર્યવાહી કરવાને બદલે માત્ર દંડ ફટકારીને સંતોષ માની લે છે.

Related posts

આનંદનગરમાં ઘરફોડ કરનાર આરોપીની ઝોન -૦૭ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

લૂંટ અને જીવલેણ હુમલાના આરોપીને ઓઢવ પોલીસે ૪૧ કલાક જેટલા સમયગાળામાં આરોપીઓ ની ગુનામાં ધરપકડ કરી

Ahmedabad Samay

હળવદના સાપકડા ગામે કૌટુંબિક ભાઈ-ભત્રીજાએ વૃદ્ધની જમીન હડપ કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી 

Ahmedabad Samay

ઘરકામ અને સાફ-સફાઈ માટે રાખવામાં આવેલી બે મહિલાઓએ મોકો મળતા જ કિંમતી દાગીના પર હાથફેરો કર્યો

Ahmedabad Samay

અમદાવાદની કુખ્‍યાત ડ્રગ્‍લસ સપ્‍લાયર અમીનાબાનુ અને તેના સાગરી સમીર ઉદ્દીન ઉર્ફે બોન્‍ડની ક્રાઇમ બ્રાન્‍ચે ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો