August 7, 2026
ગુજરાત

અમદાવાદ-કોર્પોરેશન તરફથી પ્રથમ વખત એડવાન્સ ટેક્સના 15 ટકા સુધી મુક્તિ, જાણો કેટલી થશે આવક

અમદાવાદીઓ 18 એપ્રિલથી એડવાન્સ ટેક્સ ભરી શકશે. એડવાન્સ ટેક્સમાં આ વખતે 10ના બદલે 15 ટકા સુધીનો લાભ કોર્પોરેશનથી મળી રહ્યો છે.

અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ જમા કરાવતા હોય છે. ત્યારે આ વખતે એડવાન્સ ટેક્સમાં 15 ટકા સુધીની છૂટ આપવામાં આવી શકે છે. જેથી આ વખતે મોટી સંખ્યામાં ટેક્સ જમા થાય તેવી શક્યતા છે. જેથી કોર્પોરેશનને અંદાજે 400 કરોડની આવકનો અંદાજ છે.

આ રીતે મળશે 15 ટકા સુધીનો લાભ
કોર્પોરેશન દ્વારા બેઠકમાં 15 ટકા એડવાન્સ ટેક્સ મુક્તિની નવી યોજના જાહેર કરવામાં આવી છે. 18 એપ્રિલ, 2023 થી 17મે સુધી, ઓનલાઈન પેમેન્ટ પર 12 ટકા ડિસ્કાઉન્ટ અને 1 ટકા વધુ અને છેલ્લા ત્રણ વર્ષથી રેગ્યુલર એડવાન્સ ટેક્સ ભરવા પર 2 ટકા વધુ મળીને કુલ 15 ટકા એડવાન્સ ટેક્સ રિબેટ સ્કીમ લાગુ કરવામાં આવી છે.

100% વ્યાજ સબવેન્શન સ્કીમ પણ 30મી એપ્રિલ સુધી ચાલનાર હોવાથી આ વખતે 18 એપ્રિલના રોજ આ સેવા શરુ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં તેમના વિસ્તારમાં આસપાસ કોર્પોરેશન કચેરીમાં કે પછી ઓનલાઈન ટેક્સ રુબરુ જમા કરાવી શકે છે ટેક્સના કારણે અત્યારે ટ્રીગર ઝૂંબેશમાં મોટી આવક કોર્પોરેશનની થઈ છે ત્યારે એડવાન્સ ટેક્સમાં પણ વધુ આવક થશે.

Related posts

શાહીબાગ પોલીસ કમિશનર કચેરી પાછળ જ ધમ ધમે છે જુગરધામ, સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

૧૩ વર્ષની બાળા એ રામ મંદિર નિર્માણ માટે બચત માંથી આપ્યા ૧૫૧રૂપિયા

Ahmedabad Samay

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

વરસાદના ધસમસતા પાણી સોસાયટીના બેઝમેન્‍ટ પાર્કિગમાં ઘૂસી જતાં પાર્ક કરેલા વાહનોની કારમી દશા થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો