આ સિંગરે માધુરી દીક્ષિતનો પતિ બનવાની ના પાડી, આ કારણે સંબંધ આગળ ન વધી શક્યો!
અભિનેત્રી માધુરી દીક્ષિત હાલમાં જ તેની એક તસવીરને કારણે ચર્ચામાં આવી હતી. હકીકતમાં, દેશનો પહેલો એપલ સ્ટોર ભારતમાં ખુલ્યો છે અને કંપનીના સીઈઓ ટિમ કૂક તેના ઉદ્ઘાટન માટે ભારત આવ્યા હતા. આ દરમિયાન ટીમે માધુરી દીક્ષિત સાથે મુંબઈનો પ્રખ્યાત વડાપાવ ખાધો હતો. આ મીટિંગની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જો કે આજે અમે તમને માધુરીના જીવન સાથે જોડાયેલી એક ફેમસ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ. આ કહાની અભિનેત્રીના લગ્ન સાથે જોડાયેલી છે અને આ ત્યારે થયું જ્યારે માધુરી દીક્ષિત ઈન્ડસ્ટ્રીમાં નવી હતી.
પરિવારના સભ્યો માધુરી ફિલ્મોમાં કામ કરે તેવું ઈચ્છતા ન હતાં….
મીડિયા રિપોર્ટ્સ અનુસાર માધુરી દીક્ષિતનો પરિવાર નહોતો ઈચ્છતો કે તેની દીકરી ફિલ્મોમાં કામ કરે…. આ જ કારણ હતું કે માધુરીના માતા-પિતા તેના નાની ઉંમરમાં લગ્ન કરાવવા માંગતા હતા. આ ક્રમમાં માધુરીના પરિવારના સભ્યોએ તેના માટે છોકરાની શોધ શરૂ કરી અને પ્રખ્યાત ગાયક સુરેશ વાડકર પર શોધ અટકી ગઈ, સુરેશ તે દિવસોમાં ફિલ્મ ઉદ્યોગનો ઉભરતો સ્ટાર હતો. એવું કહેવાય છે કે માધુરીના પરિવારના સભ્યો તેમની પુત્રીના સંબંધને લઈને સુરેશના ઘરે પણ ગયા હતા, પરંતુ મામલો આગળ વધી શક્યો ન હતો.
જેના કારણે સુરેશે માધુરીને રિજેક્ટ કરી હતી
જો અહેવાલોનું માનીએ તો સુરેશ વાડકરે માધુરી ખૂબ જ પાતળી હોવાનું કહીને આ સંબંધને નકારી કાઢી હતી. આ જ કારણ હતું કે માધુરીના લગ્ન સુરેશ સાથે થતા થતાં રહી ગયા… જોકે માધુરીના નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું. ટુંક સમયમાં માધુરી ફિલ્મ ઉદ્યોગની ટોચની અભિનેત્રી તરીકે ઉભરી આવી, તેણીની પ્રખ્યાત ફિલ્મોમાં તેઝાબ, બેટા, રાજા, કોયલા, ખલનાયક, હમ આપકે હૈ કૌન, દિલ તો પાગલ હૈ વગેરેનો સમાવેશ થાય છે.